- સુપ્રીમ કોર્ટનો મહિલાઓને લગતો મોટો નિર્ણય
- નેશનલ ડીફેન્સ અકાદમીની પરીક્ષામાં મહિલાઓને પ્રવેશ
- સેનાની નીતિ 'લિંગ ભેદભાવ' આધારિત હોવાનું માન્યું
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડીફેન્સ એકેડેમી (NDA) ની પરીક્ષામાં મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રવેશ કોર્ટના અંતિમ આદેશને આધીન રહેશે.આ સાથે જ સેના પર એમ કહીને કે આ એક નીતિગત નિર્ણય છે, કોર્ટે મહિલાઓને એનડીએની પરીક્ષામાં ના આવવા દેવા બદલ ઠપકો પણ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આ નીતિનો નિર્ણય 'લિંગ ભેદભાવ' પર આધારિત છે.
આ મુદ્દે સરકારને પણ નોટિસ ફટકારી છે
આપને જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે NDA ની પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવા બદલ સરકારને નોટિસ ફટકારી હતી. અરજીમાં લિંગના આધારે એનડીએમાં સમાવેશ ન કરવાની બાબતને સમાનતાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરીકે ઉઠાવવામાં આવી હતી. અરજીમાં માગ કરવામાં આવી હતી કે મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષામાં પણ સામેલ કરવામાં આવે.