અમદાવાદ:દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જૂથને સત્તાવાર શિવસેના તરીકે માન્યતા આપવાના ભારતના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી ઉદ્ધવ ઠાકરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે સુનાવણી કરવા સંમત થઈ છે. ઉદ્ધવ ઠાકરે તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે તાત્કાલિક સુનાવણી માટે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. સિબ્બલે રજૂઆત કરી હતી કે તાત્કાલિક રક્ષણાત્મક આદેશો જરૂરી છે કારણ કે શિંદે જૂથ ECI આદેશના આધારે પક્ષની ઓફિસો અને બેંક ખાતાઓ પર કબજો કરી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરે જૂથની દલીલ: કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી દલીલ કરતા કહ્યું કે ઉદ્ધવ જૂથની ઓફિસ પર પહેલેથી જ કબજો થઈ ગયો છે. જો સાંભળવામાં નહીં આવે તો તેમના બેંક ખાતા પણ છીનવી લેવામાં આવશે. સિબ્બલે કહ્યું કે ચૂંટણી પંચનો આદેશ માત્ર વિધાનસભાના 33 સભ્યો પર આધારિત છે.
આ પણ વાંચોNew CEO of NITI Aayog : BVR સુબ્રમણ્યમ નીતિ આયોગના નવા CEO તરીકે નિયુક્ત, પરમેશ્વરન વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનશે
સુપ્રીમ કોર્ટ કરશે ફેંસલો: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જૂથને સત્તાવાર શિવસેના તરીકે માન્યતા આપનાર ભારતના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વરિષ્ઠ એડવોકેટ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને તેને બંધારણીય બેંચ સમક્ષ ચાલી રહેલા કેસોની સાથે સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચોMaharashtra Political Crisis: SCએ ઉદ્ધવ જૂથની EC વિરુદ્ધ અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇન્કાર
આરોપ-પ્રતિઆરોપ:શિવસેના (ઉદ્ધવ બાબા સાહેબ ઠાકરે)ના નેતા અને રાજ્યસભા સાંસદસંજય રાઉતે રવિવારે મોટો ધડાકો કર્યો છે અને મોટો આરોપ લગાવ્યો છે. તેમને આરોપ લગાડતા જણાવ્યું હતું કે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે 2000 કરોડનો સોદો થયો છે. જો કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જૂથના વિધાયક સદા સર્વંકરે તે દાવાને ફગાવી દીધો છે