નવી દિલ્હીઃ તારીખ 8 નવેમ્બર 2016 ના રોજ, કેન્દ્ર સરકારે દેશમાં નોટબંધી લાગુ કરી (sc upholds Centres 2016 decision on demonetisation )હતી. આ અંતર્ગત 1000 અને 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં નોટો બદલવા માટે કતારમાં ઉભા રહેવું પડ્યું હતું. નોટબંધીના નિર્ણય વિરુદ્ધ 58 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે તારીખ 2જી જાન્યુઆરી એટલે કે આજે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે ચોખવટ કરી છે કે, નોટબંધીના આયોજનને લઈને કોઈ પ્રકારની ગડબડ થઈ નથી.
નિર્ણય બદલી ન શકાયઃમોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર (Centre demonetised the currency notes )સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે આર્થિક નિર્ણયો બદલી શકાય નહીં. અગાઉ, જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે પાંચ દિવસની ચર્ચા પછી તારીખ 7 ડિસેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ. બોપન્ના, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નાગરત્ન સામેલ હતા.