બાલાસોર: ભારતે ગુરુવારે સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલના (India Testfired Cruise Missile) નવા પ્રકારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ દરિયાકાંઠે સુખોઈ 30 Mk-Iથી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ (Testing of BrahMos Missiles) ઓડિશાના બાલાસોર કિનારેથી છોડવામાં આવી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આ બ્રહ્મોસ મિસાઈલમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બ્રહ્મોસ મિસાઈલમાં નવી ટેક્નોલોજી
8 ડિસેમ્બર, 2021ના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓડિશાના દરિયાકાંઠે સુખોઈ 30 Mk-Iથી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ (Testing of Sukhoi 30 Mk-I Missile) કરવામાં આવ્યું હતું. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ માટે DRDO, બ્રહ્મોસ, ભારતીય વાયુસેના અને ઉદ્યોગની પ્રશંસા કરી હતી.