ગુજરાત

gujarat

ETV Bharat / bharat

W T-20 Challenge : સુપરનોવાજ ત્રીજી વખત બન્યું ચેમ્પિયન, વેલોસિટીને 4 રનથી હરાવ્યું - Harmanpreet Kaur

સુપરનોવાજે ત્રીજી વખત મહિલા ટી-20 ચેલેન્જનો ખિતાબ જીત્યો છે. તેઓએ ફાઇનલ મેચમાં વેલોસિટીને 4 રનથી હરાવ્યું છે. છેલ્લી ઓવરમાં વેલોસિટીને જીતવા માટે 17 રનની જરૂર હતી પરંતુ ટીમ માત્ર 12 રન જ બનાવી શકી હતી.

W T-20 Challenge
W T-20 Challenge

By

Published : May 29, 2022, 12:58 PM IST

પુણેઃહરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં સુપરનોવાજે ત્રીજી વખત મહિલા ટી-20 ચેલેન્જનો ખિતાબ જીત્યો છે. ટુર્નામેન્ટની ફાઇનલમાં સુપરનોવાજે રોમાંચક મેચમાં વેલોસિટીને ચાર રનથી હરાવ્યું હતું. મેચની પ્રથમ ઇનિન્ગમાં સુપરનોવાજે સાત વિકેટે 165 રન બનાવ્યા હતા. ડિઆન્ડ્રા ડોટિએ અડધી સદી ફટકારી હતી. જવાબમાં વેલોસિટીની ટીમ આઠ વિકેટે 161 રન જ બનાવી શકી હતી. આ પહેલા સુપરનોવાસે વર્ષ 2018 અને 2019માં પણ T20 ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2020 માં, ટ્રેલબ્લેઝર્સની ટીમ ચેમ્પિયન બની હતી.

સુપરનોવાજે ત્રીજી વખત ટાઇટલ જીત્યું - કેપ્ટન દીપ્તિએ 15મી ઓવરમાં ડોટિનને બોલ્ડ કરીને વેલોસિટીને બીજી સફળતા અપાવી હતી. આ પછી ખાકાએ ક્રિઝ પર આવેલી પૂજા વસ્ત્રાકર (5)ને બોલ્ડ કર્યો હતો. ક્રોસે 18મી ઓવરમાં હરમનપ્રીત અને સોફી એકેલ્સટનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દીપ્તિએ 19મી ઓવરમાં સુને લુસ (3)ને રાધાના હાથે કેચ કરાવ્યો હતો. છેલ્લી ઓવરમાં અલાના કિંગે (અણનમ 6) સિમરનના બોલ પર છગ્ગો ફટકારીને ટીમના સ્કોરને 160ની પાર પહોંચાડી દીધો હતો. ઈનિંગના છેલ્લા બોલ પર હરલીન દેઓલ (7) આઉટ થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details