કર્ક ( CANCER ) :
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : જાણો કર્ક ( CANCER ) રાશિને મળશે કેવું ફળ ? - કન્યા રાશિફળ
સૂર્ય વર્ષમાં 12 રાશિમાં ભ્રમણ કરી પોતાની સિંહરાશિમાં પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યને ગ્રહોનો રાજા અને સિંહ રાશિને સૂર્યનું ઘર કહેવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન દેશ, વિશ્વ અને અર્થતંત્ર પર થશે મોટી અસર થાય છે. સૂર્ય દર વર્ષે મેષ રાશિમાં 14 એપ્રિલથી 14 મે સુધી રહેતો હોય છે. આ બાદ સિંહ રાશિ 5માં નંબરે હોવાથી દર વર્ષે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીમાં આવતી હોય છે.
SUN TRANSIT IN LEO for CANCER
સૂર્યની સંક્રાંતિના એક મહિનાનો આ સમય આપના માટે અનેક વખત મનપસંદ ભોજન લેવાની તકો લઇને આવશે. આ આખા મહિનામાં તમારા પરિવારમાં તમને સારું સન્માન મળે. જોકે, તમે ખર્ચ વધારે કરશો. તમારે આ સમયમાં લોકો સાથે મધુર વ્યવહાર કરવો જોઇએ. તમારી બોલીમાં થોડી કડવાશ આવી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં વધારે પરિશ્રમ કરવાની જરૂર પડશે.
ઉપાય – ભગવાન વિષ્ણુની ઉપાસના કરો.