મેષ (ARIES) :
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : જાણો મેષ (ARIES) રાશિને મળશે કેવું ફળ ?
સૂર્ય વર્ષમાં 12 રાશિમાં ભ્રમણ કરી પોતાની સિંહરાશિમાં પરત ફરે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યને ગ્રહોનો રાજા અને સિંહ રાશિને સૂર્યનું ઘર કહેવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન દેશ, વિશ્વ અને અર્થતંત્ર પર થશે મોટી અસર થાય છે. સૂર્ય દર વર્ષે મેષ રાશિમાં ૧૪ એપ્રિલથી ૧૪ મે સુધી રહેતો હોય છે. આ બાદ સિંહ રાશિ 5માં નંબરે હોવાથી દર વર્ષે ૧૬ ઓગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર સુધીમાં આવતી હોય છે.
Sun Transit in Leo for aries
સૂર્ય આજથી પોતાની રાશિ એટલે કે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન ભક્તિભાવ વધારનારું રહેશે અને તેમનું મન પૂજાપાઠમાં કેન્દ્રિત થશે. તમારી આવકના નવા માર્ગો ખુલશે. વિદ્યાર્થીઓને સારા પરિણામો મળી શકે છે. તમારી બુદ્ધિ વધારે બળવાન થશે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. સારા સંસ્કારોમાં વધારો થશે. જોકે, સંતાન સંબંધિત કોઇ ચિંતા વધી શકે છે.
ઉપાય-દરરોજ સૂર્યની ઉપાસના કરવી અને સૂર્ય દેવને તાંબાના લોટામાં પાણી અર્પણ કરવું.