- 21 જૂન છે Longest day of the year
- ઉત્તર ગોળાર્ધ પર જોવા મળશે સૌથી લાંબો દિવસ
- 21 જૂન બાદ દિવસની લંબાઈ ઘટવાની થશે શરૂ
ન્યૂઝ ડેસ્ક : દિવસની લંબાઈ ચંદ્રની દિશા, ગતિ, સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યની પરિભ્રમણ ગતિ જેવા પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. સૂર્ય પણ પૃથ્વીની જેમ પોતાની ધરી પર પરિભ્રમણ કરતો હોવાથી વર્ષ દરમિયાન જેમ જેમ સૂર્ય ઉત્તર તરફ ખસતો જાય છે, તેમ તેમ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પર દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. 21 જૂનના રોજ સૂર્ય અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ વચ્ચે સૌથી વધુ અંતર હોવાથી દિવસની લંબાઈ વધારે રહે છે. જેના કારણે આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ (Longest day of the year) છે.
જાણો ક્યા શહેરમાં કેટલો લાંબો હશે દિવસ
શહેર | સૂર્યોદય | સૂર્યાસ્ત | દિવસની લંબાઈ |
અમદાવાદ | 5:55 | 7:28 | 13:33 કલાક |
સુરત | 5:58 | 7:23 | 13:25 કલાક |
રાજકોટ | 6:04 | 7:34 | 13:30 કલાક |
વડોદરા | 5:54 | 7:24 | 13:30 કલાક |
જામનગર | 6:06 | 7:37 | 13:31 કલાક |
જૂનાગઢ | 6:07 | 7:33 | 13:25 કલાક |
પોરબંદર | 6:10 | 7:37 | 13:27 કલાક |
નવી દિલ્હી | 5:23 | 7:21 | 13:58 કલાક |
મુંબઈ | 6:02 | 7:18 | 13:16 કલાક |
ચેન્નઈ | 5:43 | 6:37 | 12:53 કલાક |
વર્ષમાં 2 વખત થાય છે આવી ઘટના