ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુકમામાં મોટો નક્સલી હુમલો, CRPFના SI શહીદ, મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયએ વ્યક્ત કર્યો શોક - સુકમામાં હુમલો

સુકમાના બેદકે કેમ્પ પર મોટો નક્સલી હુમલો થયો છે. નક્સલવાદીઓએ સર્ચિંગમાં નીકળેલા જવાનો પર ગોળીબાર કર્યો હતો. હુમલા દરમિયાન થયેલા ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયા છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ પણ શહીદ એસઆઈ સુધાકર રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સુકમામાં મોટો નક્સલી હુમલો
સુકમામાં મોટો નક્સલી હુમલો

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 12:36 PM IST

સુકમાઃરવિવારે સુકમાના જગરગુંડાના બેદરે કેમ્પ પાસે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. નક્સલીઓએ સર્ચ માટે નીકળેલા જવાનો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં CRPFની 165મી બટાલિયનના સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડી શહીદ થયા હતા અને કોન્સ્ટેબલ રામુ ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. ઘાયલ જવાનને પ્રાથમિક સારવાર આપીને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

નક્સલવાદીઓએ બેદરે કેમ્પ પર ગોળીબાર કર્યો: 17 ડિસેમ્બર, રવિવારની સવારે 7 વાગ્યે જગરગુંડા વિસ્તારના બેદરે કેમ્પ માંથી CRPF 165ની બટાલિયનની કંપની સર્ચિંગ ઓપરેશન પર નીકળી હતી. ઉર્સાંગલ તરફ થઈ રહ્યાં હતાં તે દરમિયાન નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું. સુરક્ષા દળ અને નક્સલિઓ વચ્ચે થયેલી અથડામણમાં CRPFના સબ ઈન્સપેક્ટર સુધાકર રેડી શહીદ થઈ ગયાં. સાથે જ એક કોન્સ્ટેબલ રામૂને ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનને પ્રાથમિક સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

સૈનિકોનું સઘન ચેકિંગ: હુમલા બાદ સર્ચ દરમિયાન સૈનિકોએ 4 શંકાસ્પદોને પકડી લીધા છે. ત્યાર બાદ સુરક્ષા દળોના જવાન આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તપાસ અભિયાનમાં સીઆરપીએફ, કોબ્રા અને જિલ્લા દળના જવાનો સર્ચ ઓપરેશનમાં સામેલ છે.

મુખ્યમંત્રીએ શહીદને શ્રદ્ધાંજલિ આપી:મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ સુકમા અથડામણમાં શહીદ થયેલા સબ ઈન્સ્પેક્ટર સુધાકર રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ ઘટનામાં ઘાયલ થયેલા જવાન રામુની યોગ્ય સારવાર માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રામુને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા છે. શહીદ અને ઘાયલ જવાનો સીઆરપીએફ 165મી બટાલિયનના છે.

  1. બીજાપુરમાં આતંક મચાવવાનું નક્સલવાદીઓનું કાવતરું નિષ્ફળ, એક સાથે 21 IED મળી આવ્યા
  2. ન્યાય મળવામાં વિલંબ એ ચિંતાજનક બાબત છે, પેન્ડિંગ કેસમાં વકીલોની સકારાત્મક ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે છે

ABOUT THE AUTHOR

...view details