- પંજાબમાં નવા મુખ્યપ્રધાનને લઈને સસ્પેન્સ ચાલુ છે
- મુખ્યપ્રધાનના પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે
- સુખજિંદર સિંહ રંધાવા પંજાબના આગામી મુખ્યપ્રધાન બની શકે છે
ચંદીગઢ: પંજાબમાં નવા મુખ્યપ્રધાનને લઈને સસ્પેન્સ ચાલુ છે. મુખ્યપ્રધાનના પદ માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુખજિંદર સિંહ રંધાવા પંજાબના આગામી મુખ્યપ્રધાન બની શકે છે.
અંબિકા સોનીએ પંજાબના મુખ્યપ્રધાન બનવાની ના પાડી દીધી છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબ કોંગ્રેસે મુખ્યપ્રધાન માટે સુખજિંદર રંધાવાનું નામ કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલ્યું છે. પાર્ટીના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સોનિયા ગાંધીએ લેવાનો છે. ઉલ્લેખનિય છે કે, અંબિકા સોનીએ પંજાબના મુખ્યપ્રધાન બનવાની ના પાડી દીધી છે. સોનીએ કોઇ શિખ ચહેરાને આ જવાબદારી આપવાનું સૂચન કર્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોડી રાત્રે એક બેઠક યોજી હતી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોડી રાત્રે એક બેઠક યોજી હતી. જેમાં પાર્ટી નેતા અંબિકા સોની, મહાસચિવ સંગઠન કે.સી. વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યરાત્રિ પછી બેઠક પૂરી થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા મુખ્યપ્રધાન સાથે અમરિંદર સિંહને શાંત કરવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.