- દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ
- સંક્રમણ અટકાવવા માટે હાથની યોગ્ય સફાઈ જરૂરી
- માહિતી હોવા છતાં અવગણવના કરવી
ન્યૂઝ ડેસ્ક : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આરોગ્યપ્રદ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાથની સલામતી અને સ્વચ્છતા માટેના ઉપાય અપનાવીને કોરોના અને અન્ય સંક્રમણને ટાળી શકે છે, પરંતુ આ માહિતી હોવા છતાં, લોકો હજૂ પણ આરોગ્યને લગતા વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને આરોગ્ય કાર્યકરો વિવિધ કારણોસર હાથની સ્વચ્છતા માટે જરૂરી સ્વચ્છતા ગાઇડલાઇનનું પાલન કરતા નથી.
આ અંગે WHOનાં આંકડા ચિંતાજનક છે. આંકડાકીય માહિતી અનુસાર;
- દર 4માંથી 1 હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છ પાણીની તંગી છે. એટલે કે, હાલમાં આશરે 1.8 અબજ લોકો હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યક માત્રામાં પાણીની તંગીનો સામનો કરે છે, તથા લગભગ 712 મિલિયન લોકોને નળનું પાણી મળતું નથી.
- દર 3માંથી 1 આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય રીતે હાથ ધોવા અને તેને સાફ રાખવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્દ્ધ નથી.
- મધ્યમ અને ઓછી આવકવાળા દેશોમાં ગંભીર રોગોથી પીડિત દર્દીઓમાંથી માત્ર 9 ટકા દર્દીઓ તેમના હાથને સંક્રમણ મુક્ત અને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતાના યોગ્ય ધોરણોનો ઉપયોગ કરે છે.
- એટલું જ નહીં ઉંચી આવક ધરાવતા દેશોમાં પણ ફક્ત 70 ટકા લોકો યોગ્ય રીતે હાથ સાફ રાખવા માટે જરૂરી ધોરણોનું પાલન કરે છે.
આ પણ વાંચો : આપણા આરોગ્ય માટે તાંબુ કેટલું ઉપયોગી છે ?
સાબુથી હાથ ધોવાના ફાયદાઓ
યોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના એક રિપોર્ટ અનુસાર સાબુથી હાથ ધોવાની સારી આદતને અનુસરીને ફક્ત લોકોના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને આરોગ્ય સંબંધિત લાભ થાય છે. સાબુથી હાથ ધોવાના કેટલાક મુખ્ય ફાયદા નીચે મુજબ છે ;
- ઝાડાના દર્દીઓની સંખ્યામાં 23થી 40 ટકાનો ઘટાડો.
- અતિસારથી થતાં રોગો અને તેના કારણે નબળી રોગ પ્રતિકારક શક્તિના કિસ્સાઓમાં 58 ટકાનો ઘટાડો.
- સામાન્ય લોકોમાં શ્વાસના રોગ, જેમ કે શરદી-ખાંસીના કેસમાં 16થી 21 ટકાનો ઘટાડો થયો છે.
- ખાસ કરીને બાળકોમાં જઠરની સમસ્યાઓ અને પેટની અન્ય સમસ્યાઓના કિસ્સામાં 29થી 57 ટકાનો ઘટાડો.