ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના લાલ કિલ્લામાં થયેલી હિંસાના આરોપી સુખદેવસિંહની ક્રાઈમ બ્રાંચે પંજાબથી કરી ધરપકડ

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિસા મામલે મુખ્ય આરોપી સુખદેવ સિંહની પંજાબથી ધરપકડ કરી હતી.

લાલ કિલ્લાની હિંસામાં સામેલ સુખદેવસિંહની ક્રાઈમ બ્રાંચે પંજાબથી કરી ધરપકડ કરી
લાલ કિલ્લાની હિંસામાં સામેલ સુખદેવસિંહની ક્રાઈમ બ્રાંચે પંજાબથી કરી ધરપકડ કરી

By

Published : Feb 7, 2021, 10:32 PM IST

  • 26 જાન્યુઆરી ટ્રેક્ટર પરેડ હિંસા મામલો
  • દિલ્હી ક્રાઇમ બ્રાંચને મળી સફળતા
  • સુખદેવ સિંહની પંજાબથી ધરપકડ કરાઇ

નવી દિલ્હી: ગત 26 જાન્યુઆરીએ થયેલી ટ્રેક્ટર પરેડ હિંસા મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુખ્ય આરોપી એવા સુખદેવ સિંહની ક્રાઇમ બ્રાંચે પંજાબથી ધરપકડ કરી હતી.

સુખદેવ સિંહને શોધવા માટે દિલ્હી પોલીસ દ્વારા 50 હજારનું ઇનામ રાખવામાં આવ્યું

ક્રાઇમ બ્રાંચથી જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, સુખદેવ સિંહને શોધવા માટે દિલ્હી પોલીસ દ્વારા રૂ. 50 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું. લાલ કિલ્લા પર થયેલી હિંસા પછી તે ફરાર હતો. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ તેની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. ક્રાઇમ બ્રાંચને સુચના મળી હતી કે, સુખદેવ સિંહ પંજાબમાં છુપાયેલો છે, ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

હિંસા મામલે પોલીસ તપાસ

આ મામલે પોલીસ અત્યાર સુધીમાં 124 લોકોની ધરપકડ કરી ચૂકી છે અને 44 FIR પણ દાખલ કરવામાં આવી છે. 44 કેસમાંથી 14 કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી ચૂકી હતી. એટલું જ નહિ પોલીસ 70થી વધારે દુષ્કર્મ કરનારાઓની ફોટા પણ જાહેર કરી ચૂકી હતી.

ABOUT THE AUTHOR

...view details