જયપુર: સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને બંને ફરાર શૂટર્સને પકડવામાં સફળતા મળી છે. રાજસ્થાન અને દિલ્હી પોલીસની વિશેષ ટીમે બંને શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડની ચંડીગઢથી ધરપકડ કરી છે. બંને આરોપીઓને ચંદીગઢથી જયપુર લાવીને પૂછપરછ કરવામાં આવશે. આ કાર્યવાહી એડીજી ક્રાઈમ દિનેશ એમએન અને જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફની સૂચના પર કરવામાં આવી હતી.
નીતિન-રોહિતની ધરપકડ:એડીજી ક્રાઈમ દિનેશ એમએનના જણાવ્યા અનુસાર કેસની તપાસ કરી રહેલી એસઆઈટીને મોટી સફળતા મળી છે. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનારા શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડને પકડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજસ્થાન SIT અને દિલ્હી પોલીસની વિશેષ ટીમે ચંદીગઢમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બંને શાતિર શૂટર્સને પકડવામાં સફળતા મેળવી છે. આરોપીઓને જયપુર લાવીને પૂછપરછ કરવામાં આવશે.
પોલીસનું મેગા ઓપરેશન: આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને અન્ય સ્થળોએ શોધખોળ કરી રહી હતી. સંભવિત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાન પોલીસ અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને આરોપીને શોધી રહી હતી. સાથે જ NIA, મિલિટરી ઈન્ટેલિજન્સ અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ આરોપીઓને શોધી રહી હતી. બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.
આરોપીને કોણે ભગાડ્યા: આ પહેલા શનિવારે પોલીસે હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી આરોપી રામવીર જાટની ધરપકડ કરી હતી, જે બંને શૂટરોને સહકાર આપી રહ્યો હતો. આરોપી રામવીર શૂટર નીતિન ફૌજીનો ખાસ મિત્ર છે. રામવીરે જયપુરમાં બંને શૂટર્સની મદદ કરી હતી. હત્યા બાદ બંને આરોપીઓને મોટર સાયકલ દ્વારા બસમાં બેસાડી ભગાડવામાં આવ્યાં હતા.
ઘટના બાદ આરોપીઓ ફરાર: જયપુરના પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફના જણાવ્યા અનુસાર, 5 ડિસેમ્બરે શ્યામ નગર વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કરીને બે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપી રામવીર દ્વારા જયપુરમાં શૂટર નીતિન ફૌજી માટે સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આરોપી રામવીર શૂટર નીતિન ફૌજીનો નજીકનો મિત્ર છે. રામવીર સિંહ જાટ અને નીતિન ફૌજીના ગામ નજીકમાં છે. રામવીરે નીતિન ફૌજીને હોટલમાં અને તેના પરિચિતના ફ્લેટ જયપુરમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. ઘટનાને અંજામ આપ્યાં બાદ નીતિન ફૌજી અને રોહિત રાઠોડને મોટર સાઈકલ પર બેસાડીને બગરૂ ટોલ પ્લાઝાથી આગળ નાગૌર ડિપોની રાજસ્થાન રોડવેઝની બસમાં બેસાડીને ફરાર કરાવવામાં આવ્યાં હતા.
શું થે સમગ્ર મામલોઃરાજધાની જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ડિસેમ્બર મંગળવારે બપોરે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બદમાશોએ ધોળા દિવસે ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને સુખદેવ સિંહ ગોગામેડીને ચાર ગોળી વાગી. જે બાદ પરિવારજનો ગોગામેડીને માનસરોવરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. અન્ય એક યુવક નવીન સિંહનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. તે જ સમયે સુખદેવસિંહ ગોગામેડીનો ખાનગી સુરક્ષા ગાર્ડ અજીતસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટના બાદ બદમાશો એક સ્કૂટર પર ફાયરિંગ કરી સ્કૂટર લૂંટીને ફરાર થઈ ગયા હતા.
- ગોગામેડી હત્યાકાંડ મામલે પ્રશાસન અને વિરોધીઓ વચ્ચે સમજૂતી, આજે અંતિમ સંસ્કાર થશે
- સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે રાજકોટ કરણી સેનાએ હત્યારાઓને ફાંસી આપવા માંગ કરી