ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sucide Selfie video: પત્નીના દુ:ખમાં આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો, પછી થયું એવું કે... - આત્મહત્યા કરતા પહેલા સેલ્ફી વીડિયો

આંધ્રપ્રદેશના નરસીપટ્ટનમમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરતા પહેલા સેલ્ફી વીડિયો(Selfie video before suicide) બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે દુકાનના સંચાલક પર તેની પત્નીને ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે.

Sucide Selfie video
Sucide Selfie video

By

Published : Aug 3, 2022, 3:13 PM IST

આંધ્રપ્રદેશ : અનાકાપલ્લી જિલ્લાના નરસીપટ્ટનમના કોઠાવિધિના રહેવાસી કમીરેડ્ડી દુર્ગાપ્રસાદ (35) એ સોમવારે રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી(Selfie video before suicide) હતી. આ ઘટના મંગળવારે સવારે પ્રકાશમાં આવી હતી. આ પહેલા દુર્ગાપ્રસાદ દ્વારા લેવામાં આવેલા સેલ્ફી વીડિયોમાં આરોપ છે કે નરસીપટ્ટનમમાં એક કપડાની દુકાનના મેનેજર તેની પત્નીને ભગાડી ગયો છે. તેની પત્ની દુકાન મેનેજરની સાથે જ છે, તેમ છતા તે માનવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો - ઉકળતા તપેલામાં પડી જતા શ્રદ્ધાળુનું મૃત્યું, હરખનો પ્રસંગ હતાશામાં ફેરવાયો

વીડિયોમાં જણાવી આપવિતી - દુર્ગાપ્રસાદે અપીલ કરતા જણાવ્યું કે, 'હું તેમના અને અન્ય બે લોકોને કારણે મરી રહ્યો છું. દુકાનમાં કામ કરતા યુવકને પકડી લેશો તો બધું સામે આવી જશે. અગાઉ પોલીસમાં કરાયેલી ફરિયાદોની અવગણના કરવામાં આવી હતી. પાંચ મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો છે પરંતુ કોઈને તેની પડી નથી. તમે તેમને પણ સજા આપો અને ન્યાય આપો સાહેબ. આ વીડિયોનો જવાબ આપતા સીઆઈ શ્રીનિવાસ રાવે કહ્યું કે જ્યારે દુર્ગાપ્રસાદની પત્નીએ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી ત્યારે ભૂતકાળમાં તેમની (દુર્ગાપ્રસાદ)ની સલાહ લેવામાં આવી હતી. તેણે ગુસ્સામાં પોલીસ પર આરોપ લગાવ્યો હશે.

આ પણ વાંચો - અંધારમાં સાયકલ લઈને આવતી યુવતીની છેડતી, IIT મદ્રાસમાં થશે ઊંડી તપાસ

પોલીસ ફરીયાદમાં સામે આવ્યું કારણ - દુર્ગાપ્રસાદના લગ્ન દસ વર્ષથી પણ ઓછા સમય પહેલા એક યુવતી સાથે થયા હતા. તે તેને છોડીને જતી રહી હતી. બાદમાં તેણે કપડાની દુકાનમાં કામ કરતી અન્ય અનાથ છોકરી સાથે લગ્ન કર્યા હતા. ગત એપ્રિલ માસમાં તે પડેરુ ખાતે તેના ભાઈના ઘરે ગઈ હતી અને પરત આવી ન હતી. SSI ધનંજયે જણાવ્યું હતું કે મૃતકની માતા સત્યવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પુત્રએ દારૂની આદત અને પત્નીના જવાના દુઃખને કારણે આત્મહત્યા કરી હશે.

ABOUT THE AUTHOR

...view details