- ઓરિસ્સાના બાલાસોર દરિયાકિનારે પરીક્ષણ કર્યું
- સંરક્ષણ પ્રધાને DRDOને અભિનંદન પાઠવ્યા
- SMART હાઇબ્રિડ ટેકનોલોજીથી બનેલી એક સુપરસોનિક એન્ટી શિપ મિસાઇલ
હૈદરાબાદ: ભારતે સોમવારે ઓરિસ્સાના બાલાસોરના દરિયાકિનારે (odisha balasore seashore) લોંગ રેન્જ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટૉરપીડો (long range supersonic missile assisted torpedo ship)નું સફળ પરીક્ષણ કર્યું. DRDOનું કહેવું છે કે, આ સિસ્ટમ ટૉરપીડો (DRDO Supersonic Missile Assisted Torpedo)ની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ એન્ટી-સબ મરીન યુદ્ધ ક્ષમતા (anti submarine combat capability india)ને વધારવા માટે બનાવવામાં આવી છે.
રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન પાઠવ્યા (rajnath singh congratulates drdo) છે. રાજનાથ સિંહે કહ્યું કે, એન્ટી સબમરિન યુદ્ધમાં (anti submarine warfare india) સ્ટેન્ડ ઑફ ક્ષમતા માટે આ એક પ્રમુખ ટેકનોલોજી સફળતા હશે. હું આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માટે DRDO અને અન્ય ભાગીદારોને અભિનંદન આપું છું.