- ટ્વિટર પર ટ્રોલ થયા સુબ્રમણ્યમ સ્વામી
- ટ્વિટર પર ટ્રોલ થયેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રોલર્સ પર ઠાલવ્યો ગુસ્સો
- સુબ્રમણ્યમ સ્વામી ટ્રોલર્સને કહ્યા 'ગંધભક્ત'
હૈદરાબાદ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હાલમાં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જો કે, તેના પર મળેલી પ્રતિક્રિયાઓથી ઉશ્કેરાયેલા સ્વામીએ ફરીથી એક ટ્વિટ કર્યું હતું, જેણે લઈને ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો:હિન્દુસ્તાન શબ્દથી વાંધો નથી, તો હિન્દુ શબ્દથી કેમ બળતરા?: સ્વામી
ટ્વિટર પર ટ્રોલ થયા સુબ્રમણ્યમ સ્વામી
ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે શું કાલે અને આજે સવારે એ વાત જાહેર કરવામાં આવી નહોંતી કે આજે સવારે વડાપ્રધાન મોદી G -7 બેઠકને સંબોધન કરશે. શું તેઓએ એવું કર્યું ? જો એવું થયું હોય તો મને તેનું ભાષણ મોકલો. આ ટ્વિટ પછી લોકોએ ખુદ સ્વામી પર પ્રશ્રો ઉભા કર્યા અને સુપર બોસ સુધી તેમને કહી દીધું. કેટલાક લોકોએ એમ સુધી કહી દીધું કે, શું G-7 મીટિંગમાં ભાષણ આપવા માટે વડાપ્રધાન મોદીએ સ્વામીની પરવાનગી લેવી પડશે ?