ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુબ્રમણ્યમ સ્વામી મમતાને મળ્યા, TMCમાં સામેલ થવાના સવાલ પર શું કહ્યું? - તૃણમૂલ કોંગ્રેસ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) બુધવારે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને( Chief Minister Mamata Banerjee)મળ્યા હતા. જેને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.સુબ્રમણ્યમ સ્વામી (Subramaniam Swamy)તૃણમૂલ કૉંગ્રેસમાં (Trinamool Congress)જોડાઈ શકે છે.

સુબ્રમણ્યમ સ્વામી મમતાને મળ્યા, TMCમાં સામેલ થવાના સવાલ પર શું કહ્યું
સુબ્રમણ્યમ સ્વામી મમતાને મળ્યા, TMCમાં સામેલ થવાના સવાલ પર શું કહ્યું

By

Published : Nov 24, 2021, 6:02 PM IST

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે
  • સ્વામી અને મમતા બેનર્જી વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત
  • સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુદ્દે મમતા સાથે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાલ દિલ્હીના(Mamata Banerjee in Delhi) પ્રવાસે છે. તેમની મુલાકાતના ત્રીજા દિવસે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી(Subramaniam Swamy) તેમને મળવા આવ્યા હતા. સ્વામી અને મમતા બેનર્જી વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી, ત્યારબાદ મમતા પણ તેમને બહાર મૂકવા આવી હતી.

સુબ્રમણ્યમ સ્વામી મમતાને મળ્યા, TMCમાં સામેલ થવાના સવાલ પર શું કહ્યું?

પાર્ટીમાં જોડાવાની કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ થઈ ન હતી

જ્યારથી બંને નેતાઓની મુલાકાતના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી સતત અટકળો લગાવવામાં આવી રહી હતી કે સુબ્રમણ્યમ સ્વામી(Subramaniam Swamy) તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ શકે છે પરંતુ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે પાર્ટીમાં જોડાવાની કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ થઈ ન હતી. સુબ્રમણ્યમ સ્વામીએ માત્ર એટલું જ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુદ્દે મમતા સાથે ચર્ચા થઈ હતી.

'હું પહેલેથી જ સામેલ છું'

તૃણમૂલમાં જોડાવાના સવાલ પર સ્વામીએ કહ્યું, 'હું પહેલેથી જ સામેલ છું.' આ સિવાય સ્વામીએ મીડિયા સાથે વધુ વાતચીત કરી ન હતી. જોકે, તસવીરો એ સૂચવવા માટે પૂરતી છે કે ભાજપમાં લગભગ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સ્વામીને તૃણમૂલનું સમર્થન હોઈ શકે છે.

આ પણ વાંચોઃIndia Corona Update: છેલ્લા 24 કલાકમાં 9,283 નવા કેસ નોંધાયા, 437નાં થયાં મોત

આ પણ વાંચોઃભારતીય નૌસેનામાં સામેલ થશે INS વેલા, ઘાતક મિસાઇલોથી છે સજ્જ

ABOUT THE AUTHOR

...view details