ગુજરાત

gujarat

By

Published : Mar 23, 2021, 3:45 PM IST

ETV Bharat / bharat

શુભેન્દુએ નંદિગ્રામમાં ગુનેગારોને આશરો આપ્યાની TMCએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ હવે શુભેન્દુ અધિકારી પર ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં TMCએ જણાવ્યું હતુ કે નંદિગ્રામમાં શુભેન્દુ અધિકારી દ્વારા ગુનેગારોને આશ્રય આપવામાં આવી રહ્યો છે.

શુભેન્દુએ નંદિગ્રામમાં ગુનેગારોને આશરો આપ્યાની TMCએ ચૂંટણી પંચને ફરિયાદ કરી
શુભેન્દુએ નંદિગ્રામમાં ગુનેગારોને આશરો આપ્યાની TMCએ ચૂંટણી પંચને ફરિયાદ કરી

  • પશ્ચિમ બંગાળમાં રાજકારણ ચરમસીમાએ
  • તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો
  • તૃણમૂલ કોંગ્રેસનો શુભેન્દુ અધિકારી પર લગાવ્યો આરોપ

કોલકત્તાઃપશ્ચિમ બંગાળમાં તમામની નજર નંદિગ્રામ બેઠક પર છે. આ બેઠક પરથી મુખ્યપ્રધાન મમતા બેનર્જી ખુદ તૃણમૂલ કોંગ્રેસ તરફથી મેદાનમાં છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મમતાની પાર્ટીમાં રહી ચૂકેલા શુભેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યો છે. આ બંને વચ્ચેની લડત રસપ્રદ છે અને એકબીજાની ફરિયાદ ચૂંટણી પંચ સુધી પહોંચી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ શુભેન્દુ અધિકારી પર ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. ચૂનાવ આયોગને મોકલવામાં આવેલી ચીઠ્ઠીમાં TMCએ જણાવ્યું હતુ કે નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી દ્વારા ગુનેગારોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. TMCએ જણાવ્યું હતુ કે, "તેમણે વિનંતી કરી હતી કે તુરંત હસ્તક્ષેપ કરી પોલીસને યોગ્ય પગલા ભરવા જણાવવમાં આવે."

આ પણ વાંચોઃ ભાજપને માત્ર ખોટા વાયદા કરતા આવડે છેઃ મમતા બેનરજી

નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી ગુનેગારો અને અસામાજિક તત્વોને આશ્રય આપી રહ્યા છે

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં TMCએ જણાવ્યું હતું કે, નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી ગુનેગારો અને અસામાજિક તત્વોને આશ્રય આપી રહ્યા છે, જે મત વિસ્તારના રહેવાસી નથી, આ લોકોને અહીં કામ માટે લાવવામાં આવી રહ્યા છે, આ બધા લોકો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. TMC તરફથી સાંસદ ડેરેક ઓ બ્રાયને પત્ર લખ્યો હતો. TMCનું કહેવું છે કે નંદીગ્રામથી ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મતદારક્ષેત્રમાં અસામાજિક તત્વોને આશ્રય આપ્યો છે, આ લોકો સ્થાનિક પણ નથી, વિસ્તારના મકાન અને મકાન માલિકોના નામની સાથે TMCએ ફરિયાદ પત્ર સોંપ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો

આ પણ વાંચોઃ મમતા વિરુદ્ધ શુભેન્દુ વિરુદ્ધ મિનાક્ષી – નંદીગ્રામની 70-30 ફોર્મ્યુલા

TMCએ આરોપ લગાવ્યો

TMCએ આરોપ લગાવ્યો હતો કે, રસ્તા, ઘરની પરિસ્થિતિ સ્પષ્ટ કરતા લખ્યુ હતુ કે કાલીપદ શીના બે માળના મકાનમાં 30-40 છોકરાઓ રહે છે, આ મોટર બાઈક્સ પર ફરે છે, તે કોલાઘાટ, પિંગલા, કાંઠી અને કોંટાઈના રહેવાસી છે, આ મુજબ હરિપુરમાં મેઘનાથ પાલના ઘરમાં અધિકારીના ચૂંટણી એજન્ટ સાથે 30-40 લોકો રહે છે. TMCનું કહેવું છે કે બોયલમાં પવિત્ર કર અને ભજોહરી સામંતમાં ડઝનો બહારના લોકો રહે છે, TMC તરફથી ડેરેક ઓ બ્રાયને પત્ર લખી ચૂંટણી પંચને આ બાબતે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. બ્રાયને લખ્યુ હતુ કે સ્થાનિક પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે, પરંતુ તરત અને કડક પગલાં ભરવમાં માટે ચૂંટણી પંચ કંઈક કરી.

ABOUT THE AUTHOR

...view details