ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IIM અમદાવાદમાં અભ્યાસ કરી ચૂક્યા છે નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી અનંત નાગેશ્વરન, જાણો તેમની 5 ખાસ વાતો - ડૉ.વી અનંત નાગેશ્વરન

આર્થિક સર્વેના મુખ્ય સુત્રધાર સલાહકાર (Dr.V Anantha Nageswaran) જ હોય છે, જે દર વર્ષે બજેટ પહેલા બહાર પાડવામાં આવે છે. આજ આર્થિક સર્વેના આધારે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

IIM અમદાવાદમાં જ  ભણ્યા છે, નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી અનંત નાગેશ્વરન, જાણો 5 ખાસ વાતો
IIM અમદાવાદમાં જ ભણ્યા છે, નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી અનંત નાગેશ્વરન, જાણો 5 ખાસ વાતો

By

Published : Feb 1, 2022, 10:09 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટના થોડા દિવસો પહેલા, સરકારે આજે ડૉ.વી અનંત નાગેશ્વરન (Dr.V Anantha Nageswaran)ને તેના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. સલાહકાર આર્થિક સર્વે (Economic Survey 2022)ના મુખ્ય સુત્રધાર (Dr V Anant nageswar On budget) છે, જે દર વર્ષે બજેટ પહેલા બહાર પાડવામાં આવે છે. ડૉ. નાગેશ્વરન કે.વી. સુબ્રમણ્યમનું સ્થાન લેશે, જેમણે ડિસેમ્બર 2021માં તેમની ત્રણ વર્ષની મુદત પૂરી કર્યા બાદ CEAનું પદ છોડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

અહીં જાણો નાગેશ્વરન સાથે જોડાયેલી 5 મહત્વની બાબતો:

  1. ડૉ. નાગેશ્વરને લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કર્યું છે. તેમણે ભારત અને સિંગાપોરમાં અનેક બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવ્યું છે.
  2. તેઓ IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન અને Krea યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિશિષ્ટ વિઝિટિંગ પ્રોફેસર હતા. તેઓ 2019 થી 2021 સુધી ભારતના વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ રહ્યા છે.
  3. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM Ahmedabad)માંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને એમ્હર્સ્ટની યુનિવર્સિટી ઑફ મેસેચ્યુસેટ્સમાંથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે.
  4. તેમણે તક્ષશિલા સંસ્થાને સહ-સ્થાપિત કરવામાં મદદ કરી, જે જાહેર નીતિમાં સંશોધન અને શિક્ષણ માટેનું એક સ્વતંત્ર કેન્દ્ર છે અને 2001માં શોધ જૂથના પ્રથમ ઈમ્પેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડની શરૂઆત કરવામાં મદદ કરી.
  5. તેમના સહ-લેખિત પુસ્તકો, 'ઇકોનોમિક્સ ઓફ ડેરિવેટિવ્ઝ' અને 'ડેરિવેટિવ્ઝ' અનુક્રમે માર્ચ 2015 અને ઓક્ટોબર 2017માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અન્ય સહ-લેખક કૃતિ, 'કેન ઈન્ડિયા ગ્રો?' નવેમ્બર 2016 માં કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમનું સૌથી તાજેતરનું (સહ-લેખક) પુસ્તક કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત 'ધ રાઇઝ ઓફ ફાયનાન્સઃ કોઝ, કન્સેક્વન્સીસ એન્ડ ક્યોર્સ' છે.

ABOUT THE AUTHOR

...view details