ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSEના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા CJIને લખ્યો પત્ર - એન. વી. રમણા

CBSE દ્વારા લેવામાં આવનારી ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા માટે 300 વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા( Chief Justice of India ) એન. વી. રમણાને પત્ર લખ્યો છે.

Chief Justice of India
Chief Justice of India

By

Published : May 25, 2021, 8:17 PM IST

  • CBSEના વિદ્યાર્થીઓએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવાChief Justice of Indiaને લખ્યો પત્ર
  • ઓફલાઇન પરીક્ષાઓ લેવાના નિર્ણય પર સ્ટેની માગ કરી
  • વૈકલ્પિક અસેસમેન્ટ યોજના ઉપલબ્ધ કરાવાની પણ કરી માગ

નવી દિલ્હી : વિદ્યાર્થીઓએ કોરોનાની બીજી લહેરને કારણે CBSE દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice of India )ને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો -જસ્ટિસ એન. વી. રમના દેશના 48માChief Justice of Indiaબન્યા

વૈકલ્પિક અસેસમેન્ટ યોજના ઉપલબ્ધ કરાવવાની માગ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશએન. વી. રમણા ( Chief Justice of India )ને મોકલવામાં આવેલા પત્રમાં ધોરણ 12ના 300 જેટલા વિદ્યાર્થીઓએ CBSE દ્વારા ઓફલાઇન પરીક્ષાઓ લેવાના નિર્ણય પર સ્ટેની માગ કરી છે. વિદ્યાર્થીઓએસુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ( Chief Justice of India )ને આ સંદર્ભે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા અને વૈકલ્પિક અસેસમેન્ટ યોજના ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વધવાને કારણે CBSE દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો -

ગુજરાતમાં CBSE ધોરણ 12ની પરીક્ષા યોજવા મામલે કેન્દ્રની શિક્ષણ પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ

કોરોનાના વધતા સંક્રમણના કારણે CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ-12ની મોકૂફ રખાઇ

ABOUT THE AUTHOR

...view details