નવી દિલ્હી:યુક્રેન આવેલા આ 32 યુવા વિદ્યાર્થીઓને (Gujarat students returned from Ukraine) ગુજરાત સરકારના નવી દિલ્હી સ્થિત રેસીડેન્ટ કમિશ્નર શ્રીમતી આરતી કંવરના માર્ગ દર્શનમાં ગુજરાત ભવન ખાતે લઇ જવાયા છે, ત્યાંથી તેમને વાહન વ્યવહાર નિગમની (Vehicle Transactions Corporation) વોલ્વો બસ દ્વારા સવારે 9 કલાકે ગુજરાત જવા રવાના કરવામાં આવશે અને તેમના વતન પહોચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે.
યુવાઓના મુખ પર હેમખેમ વતનમાં પરત આવી ગયાનો આનંદ
દિલ્હી એરપોર્ટ આવી પહોંચેલા 32 યુવાઓના મુખ પર હેમખેમ વતન રાષ્ટ્રમાં પરત આવી ગયાનો આનંદ દેખાઈ રહ્યો હતો. આ યુવાઓ ઉપરાંત અન્ય એક રેસ્ક્યુ ફલાઇટ દ્વારા બુડાપેસ્ટથી પણ ગુજરાતી વિદ્યાર્થીઓ રવિવારે બપોર સુધીમાં નવી દિલ્હી આવશે.
Ukraine Russia invasion : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પહોંચ્યા ગુજરાત, પરિવારો સાથે થયું મિલન એરલાઇનની બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ સવારે 11.40 વાગ્યે દિલ્હીથી થઈ હતી રવાના
અધિકારીઓએ જણાવ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે એર ઈન્ડિયાની આ પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ (Evacuation flight) હતી. એરલાઇનની બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ સવારે 11.40 વાગ્યે દિલ્હીથી રવાના થઈ (From Bucharest to Mumbai) હતી અને IST સાંજે લગભગ 6.30 વાગ્યે બુખારેસ્ટ પહોંચી હતી.
આ પણ વાંચો:અમેરિકાને ભારત અને રશિયાના સંબંધોથી કોઈ સમસ્યા નથી..
એર ઈન્ડિયાનું વિમાન 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી થયું રવાના
ભારતીય નાગરિકો રસ્તા દ્વારા યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા હતા તેઓને ભારત સરકારના અધિકારીઓ બુખારેસ્ટ લઈ ગયા હતા જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ઘરે લાવી શકાય. પ્રથમ એક્ઝિટ ફ્લાઇટ AI1944 બુખારેસ્ટથી IST બપોરે 1:55 વાગ્યે રવાના થઈ હતી અને લગભગ 9 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પહોંચી ગઈ હતી. 250 વધુ ભારતીય નાગરિકો સાથે બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ AI1942 રવિવારે વહેલી સવારે દિલ્હી પરત ફરી હતી. યુક્રેનિયન સત્તાવાળાઓએ પેસેન્જર વિમાનોના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઇટ્સ બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે.
Ukraine Russia invasion : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પહોંચ્યા ગુજરાત, પરિવારો સાથે થયું મિલન 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે
અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. યુક્રેનિયન એરસ્પેસ બંધ કરતા પહેલા એર ઈન્ડિયાએ 22 ફેબ્રુઆરીએ યુક્રેનની રાજધાની કિવ માટે એક વિમાન મોકલ્યું હતું જેમાં 240 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. તેણે 24 અને 26 ફેબ્રુઆરીના રોજ વધુ બે ફ્લાઇટ્સનું સંચાલન કરવાની યોજના બનાવી હતી, પરંતુ રશિયાએ 24 ફેબ્રુઆરીએ આક્રમણ શરૂ કર્યું અને ત્યારબાદ યુક્રેનિયન એરસ્પેસ બંધ કરી દેવાને કારણે આ થઈ શક્યું નહીં.
એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી
એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે તે શનિવારે દિલ્હી અને મુંબઈથી બુખારેસ્ટ અને બુડાપેસ્ટ માટે B787 એરક્રાફ્ટનું સંચાલન કરશે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે તે રોમાનિયા અને હંગરી જવાના રૂટ સીમાંકન પર કામ કરી રહ્યું છે. એમ્બેસીએ જણાવ્યું હતું કે અધિકારીઓની ટીમો હાલમાં ઉઝોરોડ નજીક ચોપ-ઝાહોની હંગરિયન સરહદ પર, ચેર્નિવત્સી નજીક પોર્બને-સિરેટ રોમાનિયન સરહદ ચોકીઓ પર આવી રહી છે. દૂતાવાસે કહ્યું કે આ સરહદી ચેકપોસ્ટની નજીક રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ વિદેશ મંત્રાલયની ટીમો સાથે સંકલન કરીને વ્યવસ્થિત રીતે બહાર નીકળી જાય.
આ પણ વાંચો:ઝેલેન્સકીએ ચેતવણી આપી, કહ્યું- "આ છેલ્લી વખત હશે જ્યારે તમે મને જીવતો જોશો"
ભારત લાવવા માટે હાથ ધરાયું મિશન
કહેવામાં આવ્યું છે કે, એકવાર આ માર્ગો કાર્યરત થઈ ગયા પછી, ભારતીય નાગરિકોને તેમની જાતે મુસાફરી કરવા માટે સરહદી ચેકપોસ્ટ તરફ આગળ વધવાની સલાહ આપવામાં આવશે. દૂતાવાસે ભારતીયોને તેમના પાસપોર્ટ, રોકડ, અન્ય આવશ્યક ચીજવસ્તુઓ અને કોવિડ રસીકરણ પ્રમાણપત્રો બોર્ડર ચેકપોસ્ટ પર પોતાની સાથે રાખવાની સલાહ આપી છે. દૂતાવાસે પ્રવાસ દરમિયાન ભારતીય ધ્વજની પ્રિન્ટ કાઢીને વાહનો અને બસો પર લગાવવા જણાવ્યું હતું.
લાંબુ અંતર કાપી આવી રહ્યા છે નાગરિકો
યુક્રેનની રાજધાની કિવ અને રોમાનિયાની સરહદ વચ્ચેનું અંતર લગભગ 600 કિમી છે અને આ અંતરને રોડ માર્ગે કાપવામાં 08 થી 11 કલાકનો સમય લાગે છે. રોમાનિયન બોર્ડર ચેકપોસ્ટથી બુખારેસ્ટ લગભગ 500 કિલોમીટર દૂર છે અને રોડ માર્ગે મુસાફરી કરવામાં લગભગ 07થી 09 કલાકનો સમય લાગે છે. કિવ અને હંગરિયન સરહદ વચ્ચે લગભગ 820 કિમીનું અંતર છે અને તેને રસ્તા દ્વારા કવર કરવામાં 12થી 13 કલાકનો સમય લાગે છે.