છત્તીસગઢ : ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ આત્મહત્યા (Student died by suicide in Sarangarh Bilaigarh) કરી લીધી છે. સુસાઇડ નોટમાં વિદ્યાર્થીએ શાળાના 2 શિક્ષકો પર ત્રાસનો આરોપ લગાવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.
શિક્ષક પર ત્રાસનો લગાવ્યો આરોપ :મામલો સરનગઢ-બિલાઈગઢ જિલ્લાના ગામ પંચાયત સલોનિકલાનો છે. 15 વર્ષના સગીર વિદ્યાર્થીએ 2 શિક્ષકો પર ત્રાસનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ ઘટનાસ્થળે એક સુસાઈડ નોટ પણ છોડી છે. વિદ્યાર્થી ગામની જ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો. ગુરુવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે શાળાએ ગયો હતો. શાળાએથી આવતાની સાથે જ તે તેના ઘરના રૂમમાં ઘુસી ગયો હતો અને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ શાળાના સાહુ સર અને નારંગ સર દ્વારા હેરાનગતિ થઈ હોવાનું લખ્યું છે.
પોલીસનું નિવેદન:આત્મહત્યાની જાણ થતાં પહોંચેલી પોલીસે મૃતહેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સ્યુસાઈડ નોટના આધારે આગળની કાર્યવાહી ચાલુ છે. સબ-ઇન્સ્પેક્ટર ગિરીશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ગુરુવારે સલોનિકલા ગામનો 10મા ધોરણનો વિદ્યાર્થી સ્કૂલમાંથી પરીક્ષા આપીને ઘરે પહોંચ્યો હતો અને તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં સાહુ સર અને નારંગ સરથી નારાજ થઈને મરવાનું લખેલું.
પરિજનોએ આરોપી શિક્ષકો સામે કાર્યવાહી કરવાની કરી માગ :વિદ્યાર્થીના પરિવારજનોએ આરોપી શિક્ષકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. મૃતક સગીરના ભાઈ હિમાલય કેવતે જણાવ્યું હતું કે, 'ભાઈએ ગળેફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સ્કૂલમાં સર અને ભાઈ વચ્ચે કોઈ ઘટના બની હતી. આ પછી ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. ભાઈએ સુસાઈડ નોટમાં નારંગ સર અને સાહુ સર વિશે લખ્યું હતું.'