બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લઈ રાજસ્થાન સરકારે ફરી એકવાર તમામ બોર્ડર સિલ કરી દીધી છે. જેને પગલે બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની તમામ બોર્ડર પણ સીલ કરી દેવાતા અનેક વાહનચાલકો અટવાઇ પડ્યા હતા.
સરકારે અનલોક કર્યા બાદ કોરોના વાઇરસે માથું ઉચક્યું છે અને ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવતા સરકાર હવે એક્શન મોડ પર આવી ગઈ છે. જેમાં રાજસ્થાનમાં કેસો વધતા જ સરકારે ફરી એકવાર તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લાને જોડતી તમામ રાજસ્થાનની બોર્ડર ઉપર પણ રાજસ્થાન સરકારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ગુજરાતથી રાજસ્થાનમાં જતા અને રાજસ્થાનથી ગુજરાતમાં આવતા પાસ વગરના તમામ વાહન ચાલકોને અટકાવી દેવામાં આવ્યા છે.
કોરોના વાઇરસને રોકવા રાજસ્થાન સરકારની કડક કાર્યવાહી, ગુજરાત રાજસ્થાન બોર્ડર સીલ
કોરોના વાઇરસને લઈ રાજસ્થાન સરકારે ફરી એકવાર તમામ બોર્ડર સિલ કરી દીધી છે. જેને પગલે બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની તમામ બોર્ડર પણ સીલ કરવામં આવી છે. જેના કારણે કેટલાક વાહનો ફસાયા છે. આ કારણોસર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના વાઇરસને રોકવા રાજસ્થાન સરકારની કડક કાર્યવાહી, ગુજરાત રાજસ્થાન બોર્ડર શીલ
રાજસ્થાનના શિરોહી જિલ્લા પોલીસ અધિક્ષક કલ્યાણ મલ મિણાએ પણ અમીરગઢ બોર્ડરની રૂબરૂ મુલાકાત લીધી હતી, અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરી પોલીસ બન્દોબસ્ત વધાર્યો છે, અને વાહનોની આવન જાવન પર રોક લગાવી રાજસ્થાનમાં કોરોના વાઇરસ વધુના ફેલાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, અચાનક રાજસ્થાન સરકારે બોર્ડર સિલ કરતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.
Last Updated : Sep 22, 2022, 12:56 PM IST