- શેરબજારમાં ગઈકાલના કડાકા પછી મજબૂતી
- સેન્સેક્સ 660 પોઈન્ટે ઉછળ્યો
- નિફટી 194 પોઈન્ટે પ્લસ રહી
અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ઉછાળો આવ્યો હતો. ઈન ડાયરેક્ટ ટેક્સ ક્લેકશનમાં આ વર્ષે 12 ટકાનો વધારો થયો છે અને ટેક્સની આવક રૂપિયા 10.71 લાખ કરોડ થઈ છે. તેમજ કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવા છતાં, દેશભરમાં લોકડાઉન નહી લદાય તેવી ધારણાએ તેજીવાળા ખેલાડીઓએ બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી, અને શેરોના ભાવ ઉંચકાયા હતા.
આ પણ વાંચોઃછ દિવસના ઘટાડા પછી શેરબજારમાં પુલબેક, સેન્સેક્સમાં 835 પોઈન્ટનો ઉછાળો
સેન્સેક્સ 660.68 ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 47,883.38ની સામે આજે સવારે 47,991.53ના ઉંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. શરૂમાં સામાન્ય ઘટી 47,775.32 થઈ અને ત્યાંથી ઉછળી 48,627.43 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 48,544.06 બંધ થયો હતો, જે 660.68નો ઉછાળો દર્શાવે છે.
નિફટી 194 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 14,310.80ની સામે, આજે સવારે 14,364.90ના ઉંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 14,274.90થી ઝડપી ઉછળી 14,528.90 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 14,504.80 બંધ થયો હતો, જે 194 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.