ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માણસ છે કે રાક્ષસ? સૂતેલા શ્વાન પર પથ્થર મારીને ખતમ કરી નાંખ્યો - dog was killed by a stone on its head

જયપુરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક વ્યક્તિએ જયપુરમાં રખડતા શ્વાનના (Street Dog Brutal Killing in Jaipur) માથા પર મોટા પથ્થરથી મારીને હત્યા કરી હતી. આ ઘટના CCTV કેમેરામાં (CCTV of dog attack in Jaipur) કેદ થઈ ગઈ હતી. શુક્રવારે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધ શરૂ કરી હતી. dog was killed by a stone on its head

શ્વાનને માથા પર પથ્થર મારીને મારી નાખ્યો. ઘટના CCTVમાં કેદ
શ્વાનને માથા પર પથ્થર મારીને મારી નાખ્યો. ઘટના CCTVમાં કેદ

By

Published : Sep 30, 2022, 7:08 PM IST

જયપુરઃરાજધાનીના એરપોર્ટ પોલીસસ્ટેશન વિસ્તારમાં, શેરીના રખડતા શ્વાન પર માથાના (Street Dog Brutal Killing in Jaipur) ભાગે મોટા પથ્થરથી મારીને તેની ક્રૂર હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારોહાથમાં મોટો પથ્થર લઈને રસ્તા પર સૂતેલા શેરીના કૂતરા તરફ જતો અને રસ્તા પરના શ્વાનના (stray dog on the head with stone in Jaipur) માથા પર પથ્થર મારતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના મંગળવાર સાંજની છે, જેના આધારે, પોલીસે શુક્રવારે સવારે રેકોર્ડ કરેલા CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

શ્વાનને માથા પર પથ્થર મારીને મારી નાખ્યો. ઘટના CCTVમાં કેદ

માલિકે ઘરમાંથી કાઢી મૂક્યો હતોઃઆ સમગ્ર ઘટના, એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની સિદ્ધાર્થનગર કોલોનીની છે. જ્યાં એનિમલ એક્ટિવિસ્ટ મરિયમ અબુહૈદરીએ જણાવ્યું કે, જર્મન શેપર્ડ બ્રીડનો એક શ્વાન કોલોનીમાં લગભગ 4 વર્ષથી શેરીના શ્વાન તરીકે રહેતો હતો. તેના માલિકે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને ત્યારથી તે કોલોનીમાં રહેતો હતો. 27 સપ્ટેમ્બરની સાંજે પણ (CCTV of dog attack in Jaipur) આ શ્વાન કોલોનીમાં હતો, ત્યારે નજીકમાં રહેતો રામચંદ્ર નામનો વ્યક્તિ આવ્યો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ તેણે એક ભારે પથ્થર ઉપાડીને રસ્તા પર સૂતેલા શ્વાનના માથા પર માર્યો હતો.

શ્વાનના મૃત્યુની રાહ જોતોઃપથ્થર વાગવાથી શ્વાન ત્યાં પીડાતો હતો અને તેની પૂંછડી હલાવતો હતો. થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું, પરંતુ હત્યારો રામચંદ્ર ત્યાં જ ઊભો રહ્યો અને શ્વાનના મૃત્યુની રાહ જોતો હોય એવું લાગતુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નજીકમાં રહેતા એક વ્યક્તિએ એનિમલ એક્ટિવિસ્ટને આ અંગે જાણ કરી હતી. આ પછી એનિમલ એક્ટિવિસ્ટ મરિયમ અબુહૈદરીએ, એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચેલા રામચંદ્ર નામના વ્યક્તિ વિરુદ્ધ રિપોર્ટ નોધ્યાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details