- ભારતમાં ગયા વર્ષે જાન્યૂઆરીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો
- હાલના તબક્કે 34 લાખ સક્રિય કેસ સાથે ભારતમાં કુલ કોવિડ કેસની સંખ્યા 2 કરોડને પાર
- ફક્ત એપ્રિલ મહિનામાં જ 45,000 લોકોના મોત
ન્યૂઝ ડેસ્કઃ આપણે તેને લહેર કહી રહ્યા છીએ, પરંતુ તે ખરેખર સુનામી છે, એમ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે તાજેતરમાં દિલ્હીમાં ઑક્સિજનની કટોકટીના મુદ્દે સુનાવણી કરતાં કહ્યું હતું. ગયા વર્ષે જાન્યુઆરીમાં પહેલો કોવિડ કેસ નોંધાયો હતો અને રોગચાળાને 25 લાખ કેસને પાર કરવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. જેને બીજી તરંગ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં એક અઠવાડિયાના સમયગાળામાં કેસની સંખ્યા 26 લાખને વટાવી ગઈ છે. આ સમયગાળામાં 23,800 મોત નીપજ્યાં હતાં. સરકારી આંકડા મુજબ માર્ચ મહિનામાં 5,417 કોવિડ મૃત્યુઆંક થયા હતા. સત્તાવાર માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રોગચાળાએ ફક્ત એપ્રિલ મહિનામાં જ 45,000 લોકોના જીવ લીધા હતા. હાલના તબક્કે 34 લાખ સક્રિય કેસ સાથે ભારતમાં કુલ કોવિડ કેસની સંખ્યા 2 કરોડને વટી ગઈ છે. આ તમામ આંકડા મોટા સામાજિક સંકટ તરફ સંકેત આપે છે.
ભારતમાં દૈનિક કેસોની સંખ્યા 10 લાખને વટાવી જશે તેમ વિદેશી સંસ્થાઓએ આપી ચેતવણી
અનેક વિદેશી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે, ભારતમાં દૈનિક કેસોની સંખ્યા 10 લાખને વટાવી જશે અને આ મહિનામાં મૃત્યુદર 5000 પ્રતિ દિવસની રેન્જમાં હશે. આ ઘટસ્ફોટ બાદ હવે ફરી એકવાર દેશવ્યાપી ઘર-વાસ (લૉકડાઉન) લગાડવાની જોરદાર માગ કરવામાં આવી રહી છે. કેન્દ્રના જણાવ્યા મુજબ, નોંધાયેલા કિસ્સાઓમાં 73 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉપ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હીના છે. તે 150 જિલ્લાઓમાં ઘર-વાસ ધારાધોરણોના કડક અમલ માટે દબાણ લાવી રહ્યું છે જ્યાં કેસોમાં ભારે વધારો નોંધાયો છે.
આ પણ વાંચોઃ કોરોના પેકેજ : ગરીબોને રાહત આવકારદાયક, પરંતુ અપર્યાપ્ત
કેટલાંક રાજ્યોએ કર્ફ્યુ જાહેર કર્યો છે અને કડક પગલાંની જાહેરાત કરી
હરિયાણા અને ઓડિશા ઘર-વાસ (લૉકડાઉન)ની ઘોષણા કરનારાં નવીનતમ રાજ્યો છે. કેટલાંક રાજ્યોએ કર્ફ્યુ જાહેર કર્યો છે અને કડક પગલાંની જાહેરાત કરી છે. છતાં રોગચાળો નિયંત્રણમાં આવવાનો ઇનકાર કરી રહ્યો છે. કેટલાક દેશોએ ભારત આવનારા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ રીતે દેશને બહારથી બંધ કરી દીધો છે. રોગના સંક્રમણની સાંકળને કાપવા માટે કેન્દ્રએ રાજ્યો સાથે પરામર્શ કરીને ઘર-વાસ લાદવાના ભારપૂર્વક વિચારવું જોઇએ.