અમરાવતીઃઆંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના નુઝીવેડુ કૃષ્ણા જિલ્લામાં રહેતો એક યુવક લગ્ન કરવા માંગતો હતો. તેના ઘરના વડીલો તેના માટે કન્યા શોધી રહ્યા હતા. આ દરમિયાન વડીલોએ એક જ્યોતિષને યુવકની કુંડળી બતાવી હતી. જ્યોતિષીએ (Advice Of Astrologer) તેને જાણાવ્યું કે, છોકરાની કુંડળીમાં બે લગ્ન હોવા જોઈએ. તેણે સલાહ આપી કે, બકરી સાથે લગ્ન કર્યા બાદ તેમનો દોષ દુર થઈ જશે. જ્યોતિષની સલાહ બાદ યુવક બકરી સાથે લગ્ન (A Man Married With goat) કરવા તૈયાર થઈ ગયો હતો.
આ પણ વાંચો :પંચાયતનો વિચિત્ર નિર્ણય : એક રૂપિયો વળતર આપી ફોન પર કરાવ્યા છૂટાછેડા, પતિએ કર્યા બીજા લગ્ન