માનવ અધિકાર દિવસઃ 72મી એનિવર્સરી, વધુ સારી રીતે સ્વસ્થ બનો અને માનવ અધિકારો માટે અવાજ ઉઠાવો - Story on Human Rights Day
માનવાધિકાર દિવસ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા માનવાધિકારોની ઘોષણાના વિશ્વવ્યાપી સ્વીકાર કરવા માટે અને તેની જાહેરાત કર્યાના દિવસની યાદમાં મનાવવામાં આવે છે. યુનિવર્સલ ડેક્લેરેશન ઑફ હ્યુમન રાઈટ્સ (યુડીએચઆર - માનવાધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા), સંયુક્ત રાષ્ટ્રોની મહત્ત્વની સિદ્ધિઓમાંની એક છે તેમજ વિશ્વભરમાં માનવાધિકારોનું સૌપ્રથમ પ્રતિપાદન છે.
Human
By
Published : Dec 10, 2020, 5:37 PM IST
ન્યૂઝ ડેસ્કઃ માનવાધિકાર દિવસ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા માનવાધિકારોની ઘોષણાના વિશ્વવ્યાપી સ્વીકાર કરવા માટે અને તેની જાહેરાત કર્યાના દિવસની યાદમાં મનાવવામાં આવે છે. યુનિવર્સલ ડેક્લેરેશન ઑફ હ્યુમન રાઈટ્સ(યુડીએચઆર- માનવાધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા), સંયુક્ત રાષ્ટ્રોની મહત્ત્વની સિદ્ધિઓમાંની એક છે તેમજ વિશ્વભરમાં માનવાધિકારોનું સૌપ્રથમ પ્રતિપાદન છે.
10મી ડિસેમ્બર, 1948ના રોજ અપનાવવામાં આવેલા આ ડેક્લેરેશનમાં પ્રત્યેક દેશમાં પ્રત્યેક વ્યક્તિ માટે સાર્વત્રિક મૂલ્યો અને સિદ્ધિઓનાં વહેંચાયેલાં ધોરણ નિયત કરવામાં આવ્યાં છે. ડેક્લેરેશન કોઈ બંધનકારી દસ્તાવેજ નહીં હોવા છતાં તેનાથી60થી વધુ માનવાધિકારોનાં સાધનો પ્રેરાયા છે, જે આજે માનવ અધિકારોનું એક સર્વસામાન્ય ધોરણ બનાવે છે. વિશ્વમાં સૌથી વધુ અનુવાદિત થયેલો આ દસ્તાવેજ500થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
2020નું વિષયવસ્તુઃ ફરી સાજા થઈ જાવ અને માનવ અધિકારો માટે અવાજ ઉઠાવો
આ વર્ષે માનવાધિકાર દિવસનું વિષયવસ્તુ કોવિડ-19 મહામારી સંબંધિત છે અને તેમાં મહામારીમાંથી બહાર નીકળવાના પ્રયાસોમાં માનવાધિકારો સુનિશ્ચિત કરીને વધુ સારી રીતે સાજા થવાની આવશ્યકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આપણે જો સહુને માટે સમાન તકો સર્જી શકીશું, કોવિડ-19 દ્વારા સામે આવેલા પડકારો અને નિષ્ફળતાઓ ઉપર ધ્યાન આપીશું અને માનવાધિકારોનાં ધોરણોને વ્યવસ્થિત રીતે, આંતરપેઢીય અસમાનતા અને ભેદભાવ દૂર કરીને લાગુ કરીશું તો જ આપણા સહિયારાં વૈશ્વિક લક્ષ્યાંકો સુધી પહોંચી શકીશું.
આપણે જેવું વિશ્વ પુનઃસ્થાપિત કરવા ઈચ્છીએ છીએ, તેમાં વૈશ્વિક ભાઈચારા સાથે આપણાં આંતરજોડાણ અને સાર્વત્રિત માનવતાની આવશ્યકતાના માનવ અધિકારોના મહત્ત્વને ફરી સુદ્રઢ બનાવવાની તક10મી ડિસેમ્બરે મળે છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર દ્વારા અપાયેલા સ્ટૅન્ડ અપ ફોર હ્યુમન રાઈટ્સ- માનવાધિકારો માટે અવાજ ઉઠાવવાના આહ્વાન હેઠળ, આમ જનતા, અમારા ભાગીદારો તેમજ સંયુક્ત રાષ્ટ્રોના પરિવારને પરિવર્તનકારી પગલાં લેવાં અને મહામારીમાંથી વધુ સારી રીતે સાજા થવામાં, વધુ સ્થિતિસ્થાપક અને ન્યાયી સમાજને ઉત્તેજન આપવામાં ફાળો આપી શકે તેવાં વ્યવહારુ અને પ્રેરક ઉદાહરણો દર્શાવવામાં પ્રવૃત્ત બનાવવાનું અમારું ધ્યેય છે.
ચર્ચા કરવામાં આવી હોય તેવા કેટલાક અધિકારો :
શેનો અધિકાર :
શેનાથી સ્વતંત્રતા:
શેની સ્વતંત્રતા :
સમાનતા
ભેદભાવ
માન્યતા અને ધર્મ
જીવન, સ્વાતંત્ર્ય, અંગત સુરક્ષા
ગુલામી
મંતવ્ય અને માહિતી
ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણવામાં આવે
યાતના
લગ્ન અને પરિવાર
મનસ્વી રીતે ધરપકડ અને દેશનિકાલ
સંપત્તિની માલિકી
આરામ અને આનંદપ્રમોદ
શિક્ષણ
કોવિડ-19 પછીના વિશ્વમાં માનવાધિકારો કેન્દ્રસ્થાને હોવાં આવશ્યક છે
કારમી બનેલી ગરીબી, વધતી જતી અસમાનતાઓ, માળખાકીય અને સઘન ભેદભાવ તેમજ માનવ અધિકારોના રક્ષણની અન્ય ત્રુટિઓને કારણે કોવિડ-19ની કટોકટી વધુ ઘેરી બની છે. આ ત્રુટિઓ દૂર કરવાનાં અને માનવ અધિકારો સ્થાપિત કરવાનાં પગલાં જ આપણે ફરી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવાનું તેમજ વધુ સારા, વધુ લવચીક, ન્યાયપૂર્ણ તેમજ સાતત્યપૂર્ણ વિશ્વની પુનઃસ્થાપના સુનિશ્ચિત કરી શકશે.
કોઈ પણ પ્રકારના ભેદભાવ દૂર કરો કોવિડ-19ની કટોકટીએ માળખાકીય ભેદભાવ તેમજ જાતિવાદને વેગ આપ્યો છે. કોવિડમાંથી ઉગરેલા વિશ્વ માટે સમાનતા અને ભેદભાવ-મુક્તિ મુખ્ય જરૂરિયાતો છે.
અસમાનતા દૂર કરો :કટોકટીમાંથી ફરી પાછા બેઠા થવા માટે આપણે અસમાનતાની મહમારી ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેને માટે આપણે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. નવા યુગ માટે આપણે નવો સાજિક કરાર કરવાની જરૂર છે.
સહભાગિતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપોઃઆપણે બધા આની સાથે છીએ. પ્રત્યેક વ્યક્તિથી માંડીને સરકારો, નાગરિક સમાજ અને સાવ તળિયે વસતા સમુદાયોથી માંડીને ખાનગી ક્ષેત્ર, કોવિડ-19 પછીના વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે વધુ સારા વિશ્વના સર્જનમાં પ્રત્યેકની ભૂમિકા છે. આપણે ફરી બેઠા થવાના પ્રયાસોમાં સૌથી વધુ અસરગ્રસ્તો અને નિર્બળોનો અવાજ સુનિશ્ચિત કરવાની જરૂર છે.
સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહનઃ આપણે લોકો તેમજ વિશ્વ માટે સાતત્યપૂર્ણ વિકાસની આવશ્યકતા છે. માનવાધિકારોનો 2030નો એજન્ડા અને પેરિસ એગ્રિમેન્ટ, ફરી પાછા બેઠા થવાનો પાયો છે, જેમાં કોઈ પાછળ છૂટતું નથી.
ભારતનો માનવાધિકારોનો 2019નો અહેવાલ
ભારત બહુપક્ષીય, સંઘીય, સંસદીય લોકશાહી ધરાવતો બે ગૃહોની ધારાસભા ધરાવતો દેશ છે. 2019ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના સતત બીજી વારના વિજયને પગલે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે ફરી ચૂંટાયા હતા અને 2017માં રાષ્ટ્રપતિ પદે રામનાથ કોવિંદની પસંદગી કરાઈ હતી. 60 કરોડથી વધુ મતદાતાઓને સામેલ કરતી આ સંસદીય ચૂંટણીને નિષ્ણાતોએ છૂટીછવાઈ હિંસાની ઘટનાઓ છતાં મુક્ત અને ન્યાયી લેખી હતી.
માનવ અધિકારોના નોંધપાત્ર મુદ્દાઓ ઃ મનસ્વી અને ગેરકાયદેસર હત્યા, જેમાં પોલીસે કરેલી ન્યાયની દ્રષ્ટિએ અનધિકૃત હત્યાઓ સામેલ છે; જેલના અધિકારીઓ દ્વારા યાતનાઓ; સરકારી અધિકારીઓ દ્વારા મનસ્વી ધરપકડ અને અટકાયત; જેલની ખરાબ અને જીવન જોખમમાં મુકે તેવી દુર્દશા; કેટલાંક રાજ્યોમાં રાજકીય કેદીઓ; અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વતંત્રતા ઉપર નિયંત્રણો, જેમાં પત્રકારો ઉપર હિંસા, હિંસાની ધમકી અથવા અન્યાયી ધરપકડો અને કાર્યવાહી ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર અભિવ્યક્તિ સામે બદનક્ષીના કાયદાનો ઉપયોગ, સેન્સરશીપ, સાઈટ બ્લોકિંગ સામેલ છે; સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) ઉપર વધુ પડતા નિયંત્રાત્મક નિયમો; સરકારના તમામ સ્તરે વ્યાપક ભ્રષ્ટાચારના અવારનવારના અહેવાલો; ધાર્મિક જોડાણ કે સામાજિક દરજ્જાને આધારે લઘુમતિઓને લક્ષિત કરીને હિંસા અને ભેદભાવ; અને બંધાયેલ કામદાર સહિત બળજબરીપૂર્વક અને ફરજિયાત બાળ મજૂરી.
આ અત્યાચારોને દૂર કરવાના સરકારના પ્રયત્નો છતાં, સરકારના તમામ સ્તરે સત્તાવાર ગેરવર્તન માટે જવાબદારીઓનો અભાવ રહ્યો છે, જેને કારણે ગુનેગારો વ્યાપક રીતે દંડમાંથી છટકી જાય છે. અલગ-અલગ કેસોની તપાસ અને કાર્યવાહી થાય છે, પરંતુ કાયદાના અમલમાં લાપરવાહી, તાલીમબદ્ધ પોલીસ અધિકારીઓનો અભાવ તેમજ વધુ પડતા બોજાથી લદાયેલા અને સાધનોની અછત ધરાવતા ન્યાયતંત્રને કારણે ઘણા ઓછા કેસોમાં સજા થાય છે.