ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તોડ્યા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પાર્ટીએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવ્યો છે. BJP નેતાએ તેને TMCનું ષડયંત્ર (The BJP leader called it a TMC conspiracy) ગણાવ્યું છે.

બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તોડ્યા
બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તોડ્યા

By

Published : Jan 3, 2023, 12:53 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના (Stone pelting incident on Vande Bharat Express) પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલદા જિલ્લાના કુમારગંજ પાસે ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ (Howrah NJP Vande Bharat Express) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે ટ્રેનના C-13 કોચના ગેટના કાચમાં પણ તિરાડ પડી હતી.

BJP એ આપી આકરી પ્રતિક્રિયા: આ ઘટના પર ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ TMC કાર્યકર્તાઓ પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવ્યો છે. બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ તેને ટીએમસીનું ષડયંત્ર (The BJP leader called it a TMC conspiracy) ગણાવ્યું છે. કેન્દ્ર સરકાર ભારતીય રેલ્વેના આધુનિકીકરણ માટે રેકોર્ડ રોકાણ કરી રહી છે. આ શ્રેણીમાં દેશમાં વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેનો બનાવવામાં આવી રહી છે.

30 ડિસેમ્બરે કામગીરી શરૂ: કરી આ ઘટનાની નોંધ લેતા, ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે રેલવે અધિનિયમની કલમ 154 હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય દરવાજાના એક કાચને નુકસાન થયું હતું. મુસાફરોમાંથી કોઈને ઈજા થઈ નથી. જેના કારણે ટ્રેન મોડી પડી ન હતી. 30 ડિસેમ્બર, 2022ના રોજ હાવડા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં આ ટ્રેનને ઔપચારિક રીતે લીલી ઝંડી બતાવી અને તેનું સંચાલન શરૂ કર્યું, પરંતુ ઓપરેશનના 2 દિવસ પછી જ આવી ઘટના બનવાથી તેની સુરક્ષા પર ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

વંદે ભારતને બનાવાયું નિશાન: અગાઉ પણ વંદે ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેન પર આ પ્રકારનો હુમલો પહેલીવાર નથી થયો. ભૂતકાળમાં પણ આ ટ્રેન અનેક વખત અરાજક તત્વોના નિશાના પર રહી છે. 15 ડિસેમ્બર 2022 ના રોજ, છત્તીસગઢમાં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Nagpur Bilaspur Vande Bharat Express Train) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. દુર્ગ અને ભિલાઈ સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details