ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈમરાન હાશ્મી પર પથ્થરમારો કરનાર આરોપીની થઈ ધરપકડ - emraan hashmi in pahalgam jammu kashmir

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં અભિનેતા ઈમરાન હાશ્મી પર પથ્થરમારો (Stone pelting on Emraan Hashmi) કરવામાં આવ્યો હતો. ઈમરાન હાશ્મી પર કથિત રીતે પથ્થરમારો કરવા બદલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન હાશ્મી તેની આગામી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો'ના શૂટિંગ માટે પહેલગામમાં છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં શૂટિંગ કરવા ગયેલા ઈમરાન હાશ્મી પર પથ્થરમારો
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં શૂટિંગ કરવા ગયેલા ઈમરાન હાશ્મી પર પથ્થરમારો

By

Published : Sep 20, 2022, 8:07 AM IST

Updated : Sep 20, 2022, 9:32 AM IST

શ્રીનગર:પહેલગામમાં બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી પર કથિત રીતે પથ્થરમારો (Stone pelting on Emraan Hashmi) કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી અનંતનાગમાં આપી હતી. અનંતનાગ પોલીસે જણાવ્યું હતું કે, 18 સપ્ટેમ્બરે પહેલગામમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ધરપકડ કરાયેલ વ્યક્તિએ ક્રૂ મેમ્બરો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે શૂટિંગ પૂરું થવામાં હતું.

પથ્થરમારો કરનાર આરોપીની થઈ ધરપકડ :અનંતનાગ પોલીસે જણાવ્યું હતું કે, '18 સપ્ટેમ્બરે પહેલગામમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન, સાંજે 7:15 વાગ્યે શૂટના સમાપન સમયે, એક બદમાશોએ ક્રૂ મેમ્બરો પર પથ્થરમારો કર્યો હતો. આ સંબંધમાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 77/2022 નોંધવામાં આવી હતી. બદમાશની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.

2 આતંકવાદીઓની કરી ધરપકડ :અનંતનાગમાં પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એગુહ સાથે જોડાયેલા 2 હાઈબ્રિડ આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો સાથે ધરપકડ કરી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે, આતંકવાદીઓની હિલચાલ વિશે ચોક્કસ ઇનપુટ્સના આધારે, પોલીસે વાઘમા-ઓપજાન રોડ પર આર્મી (3RR) સાથે સંયુક્ત બ્લોક ગોઠવ્યો હતો. સંયુક્ત ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એગુહના 2 હાઈબ્રિડ આતંકવાદીઓને પકડ્યા, જેમની ઓળખ વાઘમા બિજબેહરાના રહેવાસી અલી મોહમ્મદ ભટના પુત્ર તનવીર અહેમદ ભટ અને મિદોરા ત્રાલના રહેવાસી ગુલામ હસન દારના તુફૈલ અહેમદ ડાર તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન અને 15 ગોળીઓ મળી આવી હતી.

ઈમરાન હાશ્મી પર પથ્થરમારો:આ ઘટના બાદ પોલીસે પથ્થરમારો કરનારા બદમાશો વિરુદ્ધ કલમ 147, 148, 370, 336, 323 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, ઈમરાન હાશ્મી આ દિવસોમાં કાશ્મીરમાં તેની આગામી ફિલ્મ 'ગ્રાઉન્ડ ઝીરો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેજસ વિજય દેઓસ્કરના નિર્દેશનમાં બની રહી છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. પહેલગામ પહેલા આ ફિલ્મનું શૂટિંગ શ્રીનગરમાં થયું હતું. ઈમરાન હાશ્મી 14 દિવસથી શ્રીનગરમાં હતો.

Last Updated : Sep 20, 2022, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details