મુંબઈ: ભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જોકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે. સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડિવિસ લેબોરેટરીઝ, ભારતી એરટેલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક નિફ્ટીમાં ટોચના ગેનર હતા. જ્યારે એક્સિસ બેન્ક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર હતા.
ટાટા ગ્રુપના શેરોમાં તેજી: ટાટા કન્ઝ્યુમરનો શેર નિફ્ટીમાં 4 ટકાની મજબૂતાઈ સાથે ટોપ ગેઇનર રહ્યો હતો જ્યારે ટાટા સ્ટીલ લગભગ 2 ટકા ઘટીને ટોપ લુઝર હતો. આ અગાઉ ભારતીય શેરબજારમાં મંગળવારે સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. ગઈકાલે BSE સેન્સેક્સ 152 પોઈન્ટ વધીને 65780 પર બંધ થયો હતો.
એશિયન બજારોની સ્થિતિ:નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સમાં લગભગ 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી 19610ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં નિફ્ટી ફાર્મા અને ફાઈનાન્શિયલ સર્વિસ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. જ્યારે બેન્ક, ઓટો, આઈટી અને મેટલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. ટોપ ગેનર્સમાં ટાટાકોન્સમ, ડિવિસ્લેબનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં TATASTEEL, HINDALCO સામેલ છે.