મુંબઈ: પશ્ચિમ એશિયામાં હમાસના હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર વ્યાપક બની રહી છે. હુમલા બાદ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને શરૂઆતી ટ્રેડિંગમાં મોટા કડાકો થયો છે. સેન્સેક્સ 511 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 19500ની નીચે કારોબાર કરી રહ્યો છે. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ 1.40 ટકા સુધી ઘટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.44 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.
સેન્સેક્સ ગબડ્યો: હાલમાં 30 શેરોવાળા BSEનો સેન્સેક્સ 511.55 પોઈન્ટ એટલે કે 0.78% ના ઘટાડાની સાથે 65484.08ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 155 અંક એટલે કે 0.79% ટકા ઘટીને 19498.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બેંકિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરો 0.49-2.51% ઘટાડાની સાથે જોવાને મળી રહ્યા છે. જ્યારે આઇટી શેરોમાં વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે.