ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Share Market Opening: શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 168 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ઘટાડો - SENSEX UP 200 POINT NIFTY NEAR 20000 LEVEL

બુધવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 167.77 પોઈન્ટ ઘટીને 67,053.36 પોઈન્ટની સપાટીએ રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 49.1 પોઈન્ટના ઘટાડા સાથે 19,944.10 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

stock-market-opening-today-13th-sept-2023-sensex-up-200-point-nifty-near-20000-level
stock-market-opening-today-13th-sept-2023-sensex-up-200-point-nifty-near-20000-level

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 10:26 AM IST

Updated : Sep 13, 2023, 11:54 AM IST

મુંબઈ:બુધવારે સ્થાનિક શેરબજારોમાં આઠ દિવસની તેજીના દોરમાં બ્રેક લાગી હતી અને શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 168 પોઈન્ટ તૂટ્યો હતો. વૈશ્વિક બજારોના નબળા વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઉપાડને કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. આ ઉપરાંત સ્થાનિક બજારના ઊંચા વેલ્યુએશનને કારણે પણ રોકાણકારો સાવચેત રહ્યા હતા. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 167.77 પોઈન્ટ ઘટીને 67,053.36 પોઈન્ટ પર બંધ થયા છે. NSE નિફ્ટી 49.1 પોઈન્ટના ઘટાડા સાથે 19,944.10 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

વિવિધ શેરની સ્થિતિ:સેન્સેક્સ કંપનીઓમાં ICICI બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, HCL ટેક, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ અને ઇન્ફોસિસના શેર ખોટમાં હતા. તે જ સમયે ITC, પાવર ગ્રીડ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર નફામાં હતા. અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો, જ્યારે જાપાનનો નિક્કી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો હતો. મંગળવારે અમેરિકન બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા છે.

ડોલર સામે રૂપિયો:ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં બુધવારે શરૂઆતના વેપારમાં રૂપિયો મર્યાદિત રેન્જમાં હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને અમેરિકન ચલણ મજબૂત થવાને કારણે રૂપિયાને સકારાત્મક મેક્રો ઈકોનોમિક ડેટાનો ફાયદો થઈ શક્યો નથી. વિદેશી હૂંડિયામણના વેપારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક રિટેલ ફુગાવો અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા બજારની અપેક્ષા કરતાં વધુ સારા છે. જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો છે. જો કે, રોકાણકારો હજુ પણ યુએસ રિટેલ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે જે વ્યાજ દરો અંગે યુએસ સેન્ટ્રલ બેંકના વલણને દર્શાવે છે.

  1. Stock Market Opening: શેરબજારોમાં સતત આઠમા દિવસે તેજી, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર
  2. Time AI List: 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં ભારતીય યુવા મહિલા સ્નેહા રેવાનુરનો સમાવેશ
  3. Elon Musk On Parag Agarwal: ઈલોન મસ્કે ટ્વિટરના CEO પદેથી પરાગ અગ્રવાલને હટાવવાનું કારણ જણાવ્યું
Last Updated : Sep 13, 2023, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details