ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock Market Closing Bell : સપ્તાહની નબળી શરૂઆત, ભારતીય શેરબજારમાં કડાકો - એડવાન્સ ડેકલાઈન રેશિયો

ગત અઠવાડિયે બારે એક્શન બાદ ચાલુ સપ્તાહની શરૂઆત સાથે જ ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. આજે બજારના બંને મુખ્ય સૂચકાંક નીચા મથાળે ખુલ્યા બાદ પ્રથમ રિકવરી દાખવી હતી. પરંતુ ત્યારબાદ સતત ડાઉન રહ્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 483 અને 141 પોઈન્ટ ઘટીને બંધ થયા હતા.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 4:49 PM IST

મુંબઈ :ચાલુ સપ્તાહની શરુઆતમાં જ ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 483 અને 141 પોઈન્ટના મથાળે લાલ રંગમાં બંધ થયા હતા. દિવસની શરુઆતમાં જ બંને ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ શરુઆતમાં થોડું રિકવરીનું વલણ દાખવ્યા બાદ બજાર સતત ઘટતું રહ્યું હતું. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. પરંતુ ટ્રેડિંગ સેશનના અંતે હળવી રિકવરી બાદ પણ આખરે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું હતું.

BSE Sensex : આજે 9 ઓક્ટોબર સોમવારના રોજ BSE Sensex અગાઉના 65,995 બંધની સામે 435 પોઈન્ટ ઘટીને 65,560 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતી કલાકોમાં 229 પોઈન્ટની રિકવરી સાથે 65,789 ડે હાઈ બનાવ્યા બાદ નીચે તરફ ગતિ શરુ કરી હતી. સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે 65,434 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે, DII ના ટેકારુપી બાઈંગ સાથે આખરે હળવી રિકવરી બાદ BSE Sensex ઈન્ડેક્સ 483 પોઈન્ટ તૂટીને 65,512 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.73 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 141 પોઈન્ટ (0.72 %) ઘટીને 19,512 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 114 પોઈન્ટ ઘટીને 19,539 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં રિકવરી સાથે 19,588 પોઈન્ટી ડે હાઈ બનાવી હતી. ત્યારબાદ NSE Nifty 19,588 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં HCL ટેક (0.96 %), ટીસીએસ (0.63 %) અને એચયુએલ (0.49 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એમ એન્ડ એમ (-2.05 %), બજાજ ફાયનાન્સ (-1.73 %) અને ટાટા સ્ટીલનો (-1.67 %) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 433 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1703 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ટીસીએસ, ટાટા સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Opening: ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધની અસર, સેન્સેક્સ 511 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 19500ની નીચે
  2. Amazon Great Indian Festival : બહુપ્રતિક્ષિત એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની તારીખ જાહેર, એમેઝોન ઈન્ડિયાની ધમાકેદાર ઓફર

ABOUT THE AUTHOR

...view details