ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock Market Closing Bell : ભારતીય શેરબજારમાં અચાનક રોનક આવી, BSE Sensex 566 પોઈન્ટ ઉછળ્યું

સપ્તાહના બીજા દિવસે અચાનક રોનક આવતા શેરમાર્કેટ જોરદાર સુધારા સાથે બંધ થયું છે. દિવસની શરુઆતમાં હળવા વધારા સાથે ભારતીય શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ખુલ્યા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન ભારે લેવાલીના પગલે બજાર સતત ઉપર ચડતું રહ્યું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 4:53 PM IST

મુંબઈ :ગતરોજ નીચા મથાળે બંધ થયા બાદ આજે શેરબજારમાં રોનક પાછી આવી છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 566 અને 177 પોઈન્ટ ઉછળીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ હળાવ સુધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને તગડો નફો થયો છે.

BSE Sensex : આજે 10 ઓક્ટોબર મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 65,512 બંધની સામે 150 પોઈન્ટ વધીને 65,662 ના મથાળે ખુલ્યો હતો. આજના ઓપનિંગને જ ડે લો બનાવ્યા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ભારે લેવાલીના પગલે સતત ઉપર ચડ્યા બાદ 66,180 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 566 પોઈન્ટ ઉચકાયા બાદ 66,079 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.87 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex ઈન્ડેક્સ 483 પોઈન્ટ તૂટીને 65,512 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 177 પોઈન્ટ (0.91 %) સુધારા સાથે 19,689 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 53 પોઈન્ટ વધીને 19,565 ના ઉંચા મથાળે ખુલ્યો હતો. NSE Nifty પણ આજના ઓપનિંગને જ ડે લો બનાવ્યા બાદ સતત મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. ત્યારબાદ લેવાલી નિકળતા સતત ઉપર ચડતો રહીને 19,717 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty 141 પોઈન્ટ ઘટીને 19,512 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ભારતી એરટેલ (2.90 %), કોટક મહિન્દ્રા (2.15 %), ટાટા મોટર્સ (2.14 %), JSW સ્ટીલ (2.09 %) અને એમ એન્ડ એમ. (1.50 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક (-0.53 %), ટીસીએસ (-0.20 %) અને એશિયન પેઇન્ટ્સ (-0.03 %) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1611 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 496 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટાટા મોટર્સ, ટીસીએસ, રિલાયન્સ અને ઇન્ફોસીસના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Opening: શેરબજારમાં હરિયાળી; સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત થયો, નિફ્ટી 19600ને પાર
  2. RBI MPC Meeting: લોનધારકોને રાહત, RBIએ રેપોરેટ 6.5 યથાવત રાખ્યો

ABOUT THE AUTHOR

...view details