ગુજરાત

gujarat

Stock Market Closing Bell : સતત બીજા દિવસે શેરમાર્કેટમાં ગાબડું પડ્યું, BSE Sensex 365 પોઈન્ટ તૂટ્યો

By

Published : Aug 11, 2023, 4:51 PM IST

સતત બીજા દિવસે શેરમાર્કેટમાં તૂટ્યું છે. BSE Sensex 365 પોઈન્ટનું ગાબડું પાડીને લાલ આંકમાં બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈન્ડેક્સ 114 પોઈન્ટ ઘટીને 19,428 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે સવારથી જ બજારમાં સુસ્ત કારોબાર રહ્યો હતો. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન માર્કેટનું સપાટ પ્રદર્શન બાદ ટ્રેડિંગ સેશનના અંતિમ ક્ષણોમાં અચાનક ડૂબકી મારી હતી.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

મુંબઈ :અઠવાડિયાની શરુઆતથી જ બજારની દશા બેઠી છે. ક્યારેક વૈશ્વિક બજારની અસર તો ગઈકાલે RBI ના રેપોરેટના નિર્ણયે ભારતીય બજારોને નેગેટિવ અસર કરી હતી. ત્યારે આજે ફરી શેરમાર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતે મોટું ગાબડું પડી ગયું હતું. આજે દિવસ દરમિયાન સુસ્ત પ્રદર્શન બાદ BSE Sensex ઈન્ડેક્સમાં 365 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. NSE Nifty ઈન્ડેક્સ પણ 114 પોઈન્ટ ઘટીને 19,428 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSE Sensex : આજે 11 જુલાઈ શુક્રવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 365 પોઈન્ટના (-0.56 %) કડાકા સાથે 65,322 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન નબળા પ્રદર્શનને કારણે 65,274 પોઈન્ટ ડાઉન અને 65,727 પોઈન્ટની હાઈ બનાવી ટ્રેડિંગ સેશનના અંતે આખરે લાલ રંગ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં 39 પોઈન્ટ ઉપર 65,945 પર ખુલ્યો હતો. જ્યારે ગતરોજ BSE Sensex 307 પોઈન્ટ ઘટીને 65,688 પોઈન્ટ પર બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 114 પોઈન્ટ (0.59 %) તુટીને 19,428.30 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 10 પોઈન્ટ ઉપર 19,554 ના મથાળે ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના સપાટ પ્રદર્શનમાં ડાઉન 19,412 સુધી જ ગયો હતો. ટ્રેંડિંગ સેશનના મધ્યમાં થોડી લેવાલી નીકળતા 19,557 ની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 89 પોઈન્ટ તુટીને 19,543 પર બંધ થયો હતો.

કોણ કેટલા પાણીમાં : સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં HCL ટેક (3.24 %), પાવર ગ્રીડ કોર્પો. (0.95 %), ટાઇટન કંપની (0.88 %), રિલાયન્સ (0.49 %) અને અલ્ટ્રાટેક સિમેન્ટનો (0.30 %) સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં ઇન્ડસઇન્ડ બેંક (-2.31 %), એનટીપીસી (-2.02 %), સન ફાર્મા (-1.59 %), એશિયન પેઇન્ટ્સ (-1.52 %) અને એચયુએલનો (-1.39 %) સમાવેશ થાય છે.

આ સેક્ટરમાં રહી તેજી : માર્કેટ સેલિંગમાં ફાર્મા, મીડિયા, હેલ્થકેર અને બેન્કિંગના શેર મોખરે હતા. જ્યારે PSU બેન્કિંગ સેક્ટરમાં ખરીદી રહી હતી. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર નિફ્ટીમાં 2.4% ઘટીને બંધ થયો હતો. જે ઇન્ડેક્સમાં ટોપ લૂઝર પણ છે. ઉપરાંત એચસીએલ ટેકનો શેર લગભગ 3% વધીને બંધ થયો, જે ટોપ ગેનર હતો.

એશિયાઈ માર્કેટમાં બુલીશ : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 773 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1261 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ રિલાયન્સ , HCL ટેક, ટાટા મોટર્સ અને ટીસીએસના સ્ટોક રહ્યા હતા.

  1. Gold Silver Rate Stock Market: RBIના નિર્ણયથી રૂપિયો મજબૂત, સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો
  2. Share Market Update :એશિયન બજારોમાં નકારાત્મક વલણને કારણે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 219 પોઈન્ટ તૂટ્યો

ABOUT THE AUTHOR

...view details