મુંબઈ :અઠવાડિયાની શરુઆતથી શેરબજારમાં ભારે એક્શન જોવા મળી રહી છે. ગત અઠવાડિયે ભારે નુકસાન નોંધાવ્યા બાદ આજે પણ શેરમાર્કેટ ડાઉન ખુલ્યું હતું. જોકે ટ્રેડિંગ સેશનના અંતે ભારે રિકવરી બાદ શેરમાર્કેટ સપાટ બંધ થયું હતું. આજે દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ બાદ BSE Sensex ઈન્ડેક્સ 79 અને NSE Nifty ઈન્ડેક્સ પણ 6 પોઈન્ટના નજીવા ઉછાળા બાદ અનુક્રમે 65,401 અને 19,434 પોઈન્ટ પર બંધ થયો હતો. આવતીકાલની રજાના કારણે રોકાણકારોએ સલામત કારોબાર કર્યો હોવાનું અનુમાન છે.
BSE Sensex : આજે 14 જુલાઈ સોમવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 79 પોઈન્ટ (0.12 %) વધીને 65,153 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં સેન્સેક્સ લગભગ 170 પોઈન્ટ ડાઉન 65,153 પર ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ 64,821 પોઈન્ટના તળીયાને આંબતા રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ નવી લેવાલી નીકળતા 65,517 પોઈન્ટની હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે આખરે લગભગ 696 પોઈન્ટની રિકવરી નોંધાવી હતી. ગત શુક્રવારે BSE Sensex 365 પોઈન્ટ ઘટીને 65,322 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 6 પોઈન્ટ (0.03 %) નજીવો વધીને 19,434.55 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 45 પોઈન્ટ ડાઉન 19,383 ના મથાળે ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના સપાટ પ્રદર્શનમાં ડાઉન 19,257 સુધી જ ગયો હતો. ટ્રેંડિંગ સેશનના અંતમાં લેવાલી નીકળતા 19,465 ની ડે હાઈ બનાવીને 208 પોઈન્ટની તગડી રિકવરી નોંધાવી હતી. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 114 પોઈન્ટ તુટીને 19,428 પર બંધ થયો હતો.