ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock Market Closing Bell : આજે શેરમાર્કેટમાં ભારે એક્શન, BSE Sensex 393 પોઈન્ટ ઉછળીને બંધ - એડવાન્સ ડેકલાઈન રેશિયો

ભારતીય શેરબજારમાં રિકવરીના વલણ સાથે ચાલુ સપ્તાહમાં સારી શરુઆત રહી હતી. આજે પણ આ પ્રદર્શનને જાળવી રાખી BSE Sensex અને NSE Nifty વધારા સાથે ખુલ્યા હતા. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન શેરમાર્કેટમાં સતત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જોકે એશિયાઈ માર્કેટ ખુલતાની સાથે અચાનક લેવાલી નીકળતા ટ્રેડિંગ સેશનના અંતે માર્કેટ લીલા રંગમાં બંધ થયું હતું.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 5:07 PM IST

મુંબઈ :આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 297 અને 78 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. ઉપરાંત દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. દરેક ઉછાળા સાથે વેચવાલી નીકળતા બજાર સતત ડાઉન રહ્યું હતું. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 66,473 અને 19,811 પોઈન્ટ પર બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 11 ઓક્ટોબર બુધવારના રોજ BSE Sensex ગતરોજના 66,079 બંધની સામે 297 પોઈન્ટ વધીને 66,376 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 66,299 પોઈન્ટ ડાઉન અને 66,592 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. DII ના ટેકારુપી બાઈંગ સાથે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 393.69 પોઈન્ટ વધીને 66,473 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.60 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ પણ BSE Sensex 566 પોઈન્ટ ઉંચકાયા બાદ 66,079 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 121.50 પોઈન્ટ (0.62 %) વધીને 19,811.35 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 78 પોઈન્ટના સુધારા સાથે 19,767 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,756 પોઈન્ટ સુધી ડાઉન અને 19,839 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DIIના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 177 પોઈન્ટ સુધારા સાથે 19,689 મથાળે લીલા રંગમાં બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં વિપ્રો (3.29 %), અલ્ટ્રાટેક સિમેન્ટ (2.09 %), રિલાયન્સ (1.58 %), એચયુએલ (1.57 %) અને નેસ્લે (1.15 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં HCL ટેક (-1.24 %), SBI (-0.56 %), ટીસીએસ (-0.52 %), ટાટા સ્ટીલ (-0.24 %) અને ઇન્ડસઇન્ડ બેંક (-0.14 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1409 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 691 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ઇન્ફોસીસ, ICICI બેંક અને એચયુએલના સ્ટોક રહ્યા હતા.

  1. IRM Energy IPO : IRM એનર્જી IPO 18 ઓક્ટોબરે ખુલશે, જાણો શું હશે પ્રાઇસ રેન્જ
  2. Hurun India Rich List 2023 : ગૌતમ અદાણીને પછાડીને મુકેશ અંબાણી બન્યા સૌથી ધનિક ભારતીય

ABOUT THE AUTHOR

...view details