મુંબઈ :આજે બે દિવસ પછી શેરમાર્કેટમાં તેેજીને બ્રેક લાગી છે. 8 જુલાઈ મંગળવારના રોજ BSE Sensex 106 પોઈન્ટના ઘટાડા સાથે 65,846 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSE Nifty ઈનડેક્સ પણ લગભગ 26 પોઈન્ટ તૂટીને 19,570 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે સવારથી શેરબજારમાં સપાટ પ્રદર્શન રહ્યું હતું. BSE Sensex શરૂઆતના કારોબારમાં 95 નો નજીવો ઉછાળ લઈને 66,048 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ પણ 19,627 પોઈન્ટ પર શરુઆત કરી હતી. જોકે, દિવસ દરમિયાન બંને ઇન્ડેક્સમાં સપાટ પ્રદર્શન રહ્યા બાદ ટ્રેડિંગ સેશનના અંતે નુકસાન સાથે બંધ થયા હતા.
BSE સેન્સેક્સ : આજે 8 જુલાઈ મંગળવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex માં 106 પોઈન્ટનો (-0.16 %) કડાકો બોલ્યો હતો. જે 65,846 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં 95 પોઈન્ટના નજીવા ઉછાળા સાથે 66,048 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન સપાટ પ્રદર્શન જાળવી રાખી 65,752 પોઈન્ટ ડાઉન અને 66,057 પોઈન્ટની હાઈ બનાવી હતી. પરંતુ ટ્રેડિંગ સેશનના અંતે આખરે લાલ રંગ પર બંધ થયો હતો. ગતરોજ BSE Sensex 65,953 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 29 પોઈન્ટ (-0.13 %) ઘટીને 19,570.85 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,627 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજારના સપાટ પ્રદર્શન બાદ 19,634 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 19,533 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty ઈનડેક્સ ઉછાળો લઈને 19,597 પોઈન્ટ પર બંધ થયો હતો.
કોણ કેટલા પાણીમાં : સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ટેક મહિન્દ્રા (1.82 %), વિપ્રો (1.34 %), બજાજ ફાયનાન્સ (0.98 %), SBI (0.89 %) અને એક્સિસ બેંક (0.58 %)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં પાવર ગ્રીડ કોર્પો (-2.62 %), એમ એન્ડ એમ (-1.78 %), JSW સ્ટીલ (-1.48 %), HCL ટેક (-0.88 %) અને સન ફાર્મા (-0.87 %)નો સમાવેશ થાય છે.
એશિયાઈ માર્કેટમાં બુલીશ : બે દિવસ પછી શેરબજારના નેગેટિવ વલણમાં એડવાન્સ ડેકલાઈન રેશિયો પણ નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 984 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1057 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, સૌથી વધુ એક્ટિવ રહેલા શેરમાં ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતી સુઝુકી અને એચડીએફસી બેંક રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, આજે તમામ એશિયાઈ માર્કેટમાં બુલીશ વલણ જોવા મળ્યું હતું.
- Gold Silver Share Market News: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, શેરબજારમાં તેજી જોવા મળી
- Stock Market Opening: શેરબજાર મજબૂત, સેન્સેક્સ 66,000ની ઉપર ખૂલ્યો, નિફ્ટી 19600ની ઉપર