ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bearish Stock Market : BSE Sensex ઈન્ડેક્સમાં 796 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 2.7 લાખ કરોડ ડૂબ્યા - ટોપ લુઝર શેર

ગતરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ભારતીય શેરબજાર બંધ હતું. જોકે, આજે અચાનક શેરબજારમાં ધબડકો બોલ્યો હતો. દિવસની શરુઆતમાં જ BSE Sensex અને NSE Nifty ઈન્ડેક્સની નબળી શરૂઆત થઈ હતી. ત્યારબાદ સતત ઘટતા રહીને અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 796 અને 231 પોઈન્ટનો કડાકો બોલાવી રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

Bearish Stock Market
Bearish Stock Market

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 4:25 PM IST

મુંબઈ :અઠવાડિયાની શરુઆતથી જ બજારની દશા બેઠી છે. ચાલુ સપ્તાહની શરુઆત સાથે છેલ્લા 11 દિવસના જોરદાર પ્રદર્શનને બ્રેક લાગી હતી. આજે શેરમાર્કેટના નબળા પ્રદર્શન બાદ ટ્રેડિંગ સેશનના અંતે મોટું ગાબડું પડ્યું હતું. આજે શરુઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 516 અને 153 પોઈન્ટ ડાઉન ખુલ્યા હતા. ત્યારે દિવસ દરમિયાન સતત ગગડતા રહીને ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સમાં 796 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. NSE Nifty ઈન્ડેક્સ પણ 231 પોઈન્ટ ઘટીને 19,901 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આજે સવારથી જ બજારમાં નેગેટીવ વલણ રહ્યું હતું. જેમાં રોકાણકારોના રુ. 2.7 લાખ કરોડ ડૂબ્યા હોવાનો અંદાજ છે.

BSE Sensex : આજે 20 સપ્ટેમ્બર બુધવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 796 પોઈન્ટના (-1.18 %) કડાકા સાથે 66,800 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં BSE Sensex 516 પોઈન્ટના ઘટાડા સાથે 67,080 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં હળવો ઊંચકાયા બાદ 67,294 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ સતત નીચે તરફ ગગડતો રહી 66,728 પોઈન્ટ ડાઉન જઈ અંતે રેડ ઝોનમાં બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 231 પોઈન્ટ (1.15 %) તુટીને 19,901 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 153 પોઈન્ટ ઘટીને 19,980 ના મથાળે ખુલ્યો હતો. ટ્રેંડિંગ સેશનની શરુઆતમાં નિફ્ટી ઇન્ડેક્સે 20,050 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ સતત વેચવાલી વચ્ચે ઈન્ડેક્સ 19,878 પોઈન્ટ ડાઉન ગયો હતો. ભારે વેચવાલી વચ્ચે આખરે NSE Nifty પણ રોકાણકારોને મોટું નુકસાન આપી લાલ રંગના નિશાનમાં બંધ થયો હતો.

માર્કેટ કેપ ઘટ્યું : શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ રહી છે. તેના કારણે રોકાણકારોને લગભગ 2.7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એશિયન અને અમેરિકન બજારોમાં વેચવાલીની સીધી અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 320.30 લાખ કરોડ થયું છે. ઉપરાંત US FED પોલિસી પહેલા રોકાણકારો સાવચેતી રુપી કારોબાર કરી રહ્યા છે.

ટોપ ગેઈનર શેર : સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં પાવર ગ્રીડ કોર્પો. (2.32 %), સન ફાર્મા (0.53 %), એશિયન પેઇન્ટ્સ (0.48 %), આઇટીસી (0.24 %) અને એનટીપીસીનો (0.23 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરમાં HDFC બેંક (-4.00 %), JSW સ્ટીલ (-2.60 %), રિલાયન્સ (-2.21 %), અલ્ટ્રાટેક સિમેન્ટ (-1.94 %) અને મારુતિ સુઝુકીનો (-1.65 %) સમાવેશ થાય છે.

માર્કેટમાં બેરિશ વલણ : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 661 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1374 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ રિલાયન્સ, HDFC બેંક, ટાટા સ્ટીલ અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Update : શેરબજારમાં આજે કોઈ ટ્રેડિંગ થશે નહીં, જાણો શું છે કારણ
  2. Share Market Opening: શેરબજાર ખુલતાની સાથે જ ગગડ્યું, નિફ્ટી-સેન્સેક્સમાં ઘટાડો

ABOUT THE AUTHOR

...view details