મુંબઈ:શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જારી રહ્યો છે. કારોબારી સપ્તાહના ચોથા દિવસે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 268 પોઈન્ટના ઘટાડા સાથે 71,232 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.44 ટકાના ઘટાડા સાથે 21,477 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન સન ફાર્મા, સિપ્લા, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. તે જ સમયે, LTIMindtree, HDFC બેન્ક, NTPC, પાવર ગ્રીડમાં ઘટાડા સાથે વેપાર થયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ બંધ રહ્યા (share market cosing) હતા.
બેન્ક, એફએમસીજી, મેટલ, આઈટી, પાવર 0.5-1 ટકા ઘટ્યા હતા, જ્યારે કેપિટલ ગુડ્સ એન્ડ હેલ્થકેર 0.5 ટકા વધ્યા હતા. વિશ્લેષકોનું કહેવું છે કે છેલ્લા બે મહિનામાં જોવા મળેલા 16 ટકાના વધારા બાદ નિફ્ટી ઇન્ડેક્સ રાહતના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.