ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રેષ્ઠ આરોગ્ય અને તણાવમુક્ત જીવન ઈચ્છતા હો તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો - undefined

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટ્વિટર, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા સાઇટ્સમાંથી ઓછામાં ઓછો એક સપ્તાહનો બ્રેક લેવાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે. હતાશા, ચિંતા અને તણાવ ઓછો થશે.

શ્રેષ્ઠ આરોગ્ય અને તણાવમુક્ત જીવન ઈચ્છતા હો તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો
શ્રેષ્ઠ આરોગ્ય અને તણાવમુક્ત જીવન ઈચ્છતા હો તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો

By

Published : May 8, 2022, 4:29 PM IST

ન્યુઝ ડેસ્ક : એક રીસર્ચમાંથી (Research) એ વાત જાણવા મળી છે કે, ટ્વીટર, ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા સાઈટ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી બ્રેક લેવાથી આરોગ્યમાં સુધારો થશે. સ્ટ્રેસ અને ચિંતામાં પણ ઘટાડો થશે. લંડનના જર્નલ સાયબરસાઈકોલોજી, બિહેવિયર એન્ડ સોશિયલ નેટવર્કિંગે એક એવી સલાહ આપી છે કે, સોશિયલ મીડિયાથી માત્ર એક અઠવાડિયા સુધી દૂર રહેવાથી ઘણા બધા પરિવર્તન થાય છે. એટલું જ નહીં સ્ટ્રેસ અને ચિંતામાં પણ ઘટાડો થશે.

આ પણ વાંચો - શરીરને રોગમુક્ત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે શુદ્ધ ઘી

સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો હાનિકારક - આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ અસાધારણ રીતે વધી ગયો છે. આ સાથે માનસિક રીતે થતી અસરને કારણે પણ ચિંતામાં વધારો થયો છે. આ રીસર્ચ સાથે સંસ્થા એ જાણવા માગતી હતી કે, શું લોકોને એક અઠવાડિયા સુધી સોશિયલ મીડિયાથી દૂર કર્યા બાદ કોઈ માનસિક આરોગ્યને લાભ મળી શકે છે ખરા? બાથ યુનિવર્સિટીના મુખ્ય રીસર્ચર જેફ લેમ્બર્ટે કહ્યું હતું કે, જે લોકો પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો એમનામાંથી ઘણા લોકોએ કહ્યું કે, સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ મૂડમાં સુધારો થયો છે. ચિંતા ઓછી થઈ છે.

આ પણ વાંચો -ઈન્ટીમેટ વોશ માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો

શું કહે છે સંશોધનકર્તાઓ -લેમ્બર્ટે એવું કહ્યું કે,આના પરથી એ વાત જાણવા મળે છે કે, એક નાનકડો બ્રેક પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ રીસર્ચ કરવા માટે શોધકરનારાઓએ 15 ગ્રૂપ પાડ્યા હતા. જેમાં જે તે વ્યક્તિઓની ઉંમર 18થી 72 વર્ષની વચ્ચે રહી હતી. એમાંથી ચાર વ્યક્તિ જે દરરોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાંથી જાણવા મળ્યું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરનારાઓમાં સ્ટ્રેસ અને ચિંતા ઓછી જોવા મળી છે. જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સ્ટ્રેસમાં હોવાનું જાણવા મળ્યું હતું.

લોકો સરેરાશ કેટલા કલાક ઉપયોગ કરે છે - જે લોકો સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા હતા તેઓ સરેરાશ આઠ કલાક સુધી એક્સેસ કરતા હતા હોય છે. એક અઠવાડિયા સુધી એક્સેસ આપ્યા બાદ એક અઠવાડિયા સુધી એમને બ્રેક લેવાનું કહેવામાં આવ્યું. સોશિયલ મીડિયાનો ઉપયોગ યથાવત રાખનારાઓની તુલનામાં એનાથી દૂર રહેલા લોકો વધાર ખુશ જોવા મળ્યા હતા. સ્માર્ટફોન પર સોશિયલ મીડિયા વાપરતા લોકોના મોબાઈલનો સ્ક્રિન ટાઈમ નોટ કરવામાં આવ્યો હતો, જેના પર એક અહેવાલ તૈયાર કરાયો હતો.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details