ભારતમાં તૈયાર થયેલી કોવિડ-19 રસીની સ્થિતિ - Corona vaccine
વિશ્વના અગ્રણી રસી ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અહીં વિશ્વના લગભગ અડધો ડઝન અગ્રણી રસી ઉત્પાદકો તથા અન્ય કેટલાક નાના ઉત્પાદકો ભારતમાં કાર્યરત છે. તે તમામ પોલિયો, ન્યૂમોનિયા, રોટા વાઇરસ, મેનિન્જાઇટિસ, બીસીજી, મમ્પ્સ, રૂબેલા અને ઓરી સહિતની બિમારીઓ સામેની રસી બનાવવા ક્ષેત્રે સંકળાયેલા છે.
ભારતમાં તૈયાર થયેલી કોવિડ-19 રસીની સ્થિતિ
By
Published : Dec 13, 2020, 10:20 PM IST
ન્યૂઝ ડેસ્કઃવિશ્વના અગ્રણી રસી ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અહીં વિશ્વના લગભગ અડધો ડઝન અગ્રણી રસી ઉત્પાદકો તથા અન્ય કેટલાક નાના ઉત્પાદકો ભારતમાં કાર્યરત છે. તે તમામ પોલિયો, ન્યૂમોનિયા, રોટા વાઇરસ, મેનિન્જાઇટિસ, બીસીજી, મમ્પ્સ, રૂબેલા અને ઓરી સહિતની બિમારીઓ સામેની રસી બનાવવા ક્ષેત્રે સંકળાયેલા છે.
અત્યારે, ભારતની 11 કંપનીઓ કોરોનાની રસી વિકસાવવામાં વ્યસ્ત છે. આમ, તેઓ જીવલેણ વાઇરસ ઇન્ફેક્શનને મ્હાત આપવા માટેનો ઝડપી નિવારણાત્મક ઉપાય શોધવાના વૈશ્વિક પ્રયાસમાં જોડાઇ છે. અને વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહેલા વાઇરસને અટકાવવા માટે આ કાર્ય ઝડપથી હાથ ધરાય, તે જરૂરી છે.
ભારતમાં વિકસાવાઇ રહેલી કોરોનાની રસીની સ્થિતિ અંગેની માહિતી