- છાણમાંથી તૈયાર થઇ રહી છે ઇકોફ્રેન્ડલી મૂર્તીઓ
- ગૌશાળાઓ બનશે આત્મનિર્ભર
- ગૌસંરક્ષણ માટે અનોખી પહેલ
જયપુર: ફોટોમાં જે પ્રતિમાઓ દર્શાવવામાં આવી છે તે જોઇને કોઇને પણ એવું થશે કે આ પ્રતિમાઓ માટીમાંથી બનાવવામાં આવી છે પણ આ પ્રતિમાઓ માટી નહીં પણ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાઓ જયપુરના વૈશાલીનગરમાં આવેલા ગૌ-સેન્ટરમાં તૈયાર થાય છે અહીંયા ગાય બનાવે કરોડપતિ મલ્ટી ચેમ્બરમાં ગાયના છાણમાંથી દેવી-દેવતાઓની પ્રતિમાઓ સાથે અન્ય વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. ગાયના છાણમાંથી વસ્તુઓ બનાવવાની આ અનોખી પહેલ છે.
ઇકોફ્રેન્ડલી મૂર્તીઓનું આ રીતે થાય છે નિર્માણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓના નિર્માણનું આહ્વાન કર્યું હતું. જે બાદ ગૌસેવકોએ આ દિશામાં પહેલ કરી છે. ગાયના છાણમાંથી મોટા પ્રમાણમાં ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે. આ પ્રતિમાઓને તૈયાર કરનાર કારીગરે ETV ભારતને જણાવ્યું હતું કે,"ગાયના છાણમાં લાકડાના પાઉડર, ફેલિકોલ અને જોશ પાઉડર નાંખીને તેને મિક્સ કરવામાં આવે છે.પછી નાના નાના ટુકડાઓ મશીનમાં લગાવવામાં આવે છે અને પછી અલગ અલગ ડાઇ અને સાઇઝના હિસાબથી છાણમાંથી પ્રતિમા, દિવા જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે" પછી રંગબેરંગી કલર કરીને તેનું પેકિંગ કરવામાં આવે છે.