- કેન્દ્રીય નાણાં પ્રધાને રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક કરી
- કેન્દ્ર દ્વારા એકત્ર કરાયેલા 41 ટકા ટેક્સ રાજ્યોને 14 હપ્તામાં આપવામાં આવે છે
- રાજ્યોને કરવેરા આવકના હિસ્સા તરીકે આપવામાં આવતી રકમ બમણી કરવામાં આવશે
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharamane)રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક (Meeting with Chief Ministers and Finance Ministers)પછી પત્રકારોને જણાવ્યું હતું કે આ વખતે કેન્દ્ર તરફથી રાજ્યોને એકત્રિત કરવેરા આવકના હિસ્સા તરીકે આપવામાં આવતી રકમ બમણી કરવામાં આવશે.
રાજ્યોએ કેન્દ્રને વિનંતી કરી કે એડવાન્સ પેમેન્ટ મળવાથી તેમને મૂડી ખર્ચમાં મદદ મળશે
તેનું કારણ એ છે કે રાજ્યોએ કેન્દ્રને વિનંતી કરી હતી કે એક મહિનાનું એડવાન્સ પેમેન્ટ મળવાથી તેમને મૂડી ખર્ચમાં મદદ મળશે. સીતારમણે કહ્યું કે મેં નાણા સચિવને કહ્યું છે કે રાજ્યોને 47,541 કરોડ રૂપિયાની સામાન્ય રકમ આપવાને બદલે તેમને 22 નવેમ્બરે એક મહિનાનો એડવાન્સ હપ્તો પણ આપવામાં આવે.આ રીતે તે દિવસે રાજ્યોને 95,082 કરોડ રૂપિયા જારી કરવામાં આવશે.
રાજ્યો પાસે મૂડી ખર્ચ માટે વધારાના ભંડોળ હશે
એક મહિનાનો ટેક્સ હિસ્સો અગાઉથી મેળવીને, રાજ્યો પાસે મૂડી ખર્ચ માટે વધારાના ભંડોળ હશે જેનો ઉપયોગ તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ (Infrastructure base)બનાવવા માટે કરી શકશે.નાણા સચિવ ટીવી સોમનાથને જણાવ્યું હતું કે હાલમાં એકત્રિત કરના 41 ટકા રાજ્યોને 14 હપ્તામાં આપવામાં આવે છે અને રાજ્યો પાસે તેમના રોકડ પ્રવાહ વિશે પણ અંદાજ છે. સોમનાથને કહ્યું કે તે એડવાન્સ પેમેન્ટ હશે અને માર્ચમાં કોઈપણ એડજસ્ટમેન્ટ કરવામાં આવશે.
રાજ્યોનું પ્રતિનિધિત્વ તેમના નાણા પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું
સીતારમણ સાથેની આ બેઠકમાં 15 મુખ્યપ્રધાનો, જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના લેફ્ટનન્ટ ગવર્નર અને ત્રણ રાજ્યોના નાયબ મુખ્યપ્રધાનોઓએ હાજરી આપી હતી. અન્ય રાજ્યોનું પ્રતિનિધિત્વ તેમના નાણા પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સીતારમણે કહ્યું કે આ બેઠક કોવિડ-19ની બીજી લહેર બાદ આર્થિક વૃદ્ધિને મજબૂત કરવાના સંદર્ભમાં થઈ છે. જો કે, વૃદ્ધિને ટકાવી રાખવા અને તેને બે આંકડામાં લઈ જવાના માર્ગો જોવાનો પણ સમય છે.
તાજેતરમાં શરૂ કરાયેલી રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન યોજના