પલક્કડ: પલક્કડની સરકારી શાળામાં ડિજિટલ સ્ટાર્ટ અપ બાળકોની હાજરી નોંધવા માટે શાળામાં પોતાની પ્રથમ શોધ (Keral first digital attendance machine in school)એવા ડિજિટલ હાજરી મશીન (Digital attendance machine) સ્થાપિત કરી આપ્યું છે. તેની વિશેષતા એ છે કે જ્યારે વિદ્યાર્થીઓ મશીન પર તેમની ફિંગરપ્રિન્ટ્સ બતાવશે, ત્યારે તેમની હાજરી આપોઆપ નોંધવામાં આવશે અને આ અંગેનો સંદેશ તેમના માતાપિતાના મોબાઇલ ફોન પર (Alerts to parents)પણ પહોંચી જશે. રાજ્યના શિક્ષણ વિભાગ ડિજિટલ હાજરી મશીનના ઉત્પાદનને મંજૂરી આપી દે તે બાદ કેરળની તમામ સરકારી શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારી વિક્ટોરિયા સ્કૂલની વિદ્યાર્થિનીઓએ આ ડિજિટલ એટેન્ડન્સ મશીન બનાવ્યું આ પણ વાંચોઃ Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો
આ મશીન બનાવનાર છે સ્ટાર્ટઅપ - ડિજિટલ સ્ટાર્ટ અપ કહે છે કે જો રાજ્ય શિક્ષણ વિભાગ આ પ્રોડક્ટને મંજૂરી આપતાં જ તમામ સરકારી શાળાઓમાં ઉપલબ્ધ (Digital attendance machine) કરાવવામાં આવશે. વિજ્ઞાન-ટેક્નોલોજી, ગણિત અને એન્જિનિયરિંગમાં યોગ્યતાને પ્રોત્સાહિત કરવા માટે 2018 માં ચિત્તૂર સરકારી વિક્ટોરિયા ગર્લ્સ સ્કૂલ, પલક્કડ ખાતે એડલ્ટ ટિંકરિંગ લેબ (Adult Tinkering Lab) ATLની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન આપવાના ઉદ્દેશ્યથી આ લેબની સ્થાપના કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકારી વિક્ટોરિયા સ્કૂલની વિદ્યાર્થિનીઓએ આ ડિજિટલ એટેન્ડન્સ મશીન બનાવ્યું છે.
વિદ્યાર્થીઓ મશીન પંચ કરતાં જ તેમના વાલીઓના મોબાઈલ પર પણ મેસેજ આવી જાય આ પણ વાંચોઃ Drinking water shortage in patan : કોલીવાડા ગામે સરકારી શાળામાં 20 દિવસથી વિદ્યાર્થીઓને નથી મળતું પાણી
આ મશીનનો મોટો ફાયદો- આનાથી એ છે કે માતાપિતાને (Alerts to parents) જાણ થઇ જાય છે કે પોતાનું સંતાન કયા સમયે શાળાએ પહોંચ્યું અને ક્યારે ઘરેથી નીકળ્યું. ચિત્તૂર સરકારી વિક્ટોરિયા ગર્લ્સ સ્કૂલ ધોરણ 5 થી 12 સુધીની છે. જેની વિદ્યાર્થિનીઓ (Digital attendance machine) રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા રોબોટિક્સ વિકસાવવા પર પણ કામ કરી રહી છે.