બેંગલુરુઃકર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા ડીકે શિવકુમારનો આજે 61મો જન્મદિવસ છે. આ સાથે કોંગ્રેસનો પણ જન્મદિવસ હોય તેવી સ્થિતી કોંગ્રેસ દળની જોવા મળી રહી છે. જોકે કોંગ્રેસના સ્થાનિક નેતાઓની સાથે દરેક ધારાસભ્યાના ફાળે આ જીત જાય છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા ડીકે શિવકુમાર જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના નિવાસસ્થાનની બહાર સમર્થકોની ભીડ જામી હતી. કર્ણાટકના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ડીકે શિવકુમારને અભિનંદન આપવા માટે કોંગ્રેસના કેટલાય સમર્થકો કલાકો સુધી કેક સાથે રાહ જોતા હતા. પરંતુ જલદી જ શિવકુમાર બેંગલુરુની શાગરી-લા હોટેલમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક માટે રવાના થયા, તેઓ સમર્થકો દ્વારા ઘેરાયેલા હતા અને તેમને ફૂલોના હાર પહેરાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યપ્રધાનના નામની જાહેરાત:અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જ્યારે કેપીસીસીના વડા ડીકે શિવકુમારને તેમના દિલ્હી પ્રવાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "દિલ્હી જવું કે નહીં તે હજી નક્કી કર્યું નથી." દક્ષિણના રાજ્યમાં કોંગ્રેસની શાનદાર જીત બાદ હવે જનતાની નજર રાજ્યના સીએમ પદ પર છે, જેના દાવેદારોમાં KPCC ચીફ ડીકે શિવકુમાર અને વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા છે. કોંગ્રેસના નેતા અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ રવિવારે મોડી રાત્રે કહ્યું હતું કે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે વધુ સમય લેશે નહીં અને ટૂંક સમયમાં કર્ણાટકના આગામી મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરશે.
"પાર્ટી નેતૃત્વનો નિર્ણય લેશે. ખડગે સાહેબના નિર્ણયથી હું મારો નિર્ણય બદલી શકતો નથી. તેઓ અમારા વરિષ્ઠ છે. મને ખાતરી છે કે તેમને મુખ્યમંત્રીનું નામ આપવામાં વધુ સમય લાગશે નહીં.મને જે કામ આપવામાં આવ્યું હતું, એ મેં પૂર્ણ કરી નાંખ્યું છે. મુખ્ય નિર્ણય તો હાઈકમાન્ડ કરશે. પક્ષ માટે કામ કર્યું છે."-- સુરજેવાલા