કોચી: કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT)માં ટેક ફેસ્ટ દરમિયાન નાસભાગમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાસભાગને કારણે મોટાભાગના લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્રખ્યાત ગાયિકા નિકિતા ગાંધી ટેક ફેસ્ટના ભાગરૂપે પરફોર્મ કરી રહી હતી.
યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કાર્યક્રમ: શનિવારે ટેક ફેસ્ટનો અંતિમ દિવસ હતો. જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે ઓડિટોરિયમમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. વિદ્યાર્થીઓ અને અન્ય લોકો નાચ-ગાન અને ઉજવણી કરીને કાર્યક્રમની મજા માણી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. આ સાથે ઓડિટોરિયમની બહાર રહેલા લોકો અંદર દોડી ગયા હતા. યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓ છે:ઘાયલોને નજીકની કલામાસેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓ છે. પરંતુ આ એવો વિસ્તાર છે જ્યાં સામાન્ય લોકો સહિત કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે આવી શકે છે.