ચેન્નઈ:તમિલનાડુમાં કેન્દ્રની 'અગ્નિપથ' યોજના સામે યુવાનોએ વિરોધ કર્યો ત્યારે, મુખ્ય પ્રધાન સ્ટાલિને (Agnipath Recruitment Scheme) દરખાસ્ત સામે ચિંતા વ્યક્ત કરી, જ્યારે રાજ્યપાલ આરએન રવિએ તેને "ક્રાંતિકારી અને પરિવર્તનકારી" નીતિ ગણાવી. સ્ટાલિને આ યોજના રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ હોવાનો આક્ષેપ કર્યો હતો અને કેન્દ્રને તેના પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. જોકે, રવિએ યુવાનોને "દુશ્મન તત્વોના હાથે ગેરમાર્ગે દોરવામાં" (Stalin slams Agnipath initiative) ન આવવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો:Agnipath Scheme: એરફોર્સે અગ્નિપથ સ્કીમ વિશે આપી માહિતી, જાણો શું મળશે સુવિધા
કારકિર્દીની સંભાવનાઓ પર અસર: કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Agnipath scheme protest) સામે શનિવારે લગભગ 150 લોકોએ અહીં યુદ્ધ સ્મારકની નજીક વિરોધ કર્યો, આરોપ લગાવ્યો કે, આ યોજના સેનામાં જોડાવાના તેમના સપનાને અસર કરશે. તેમાંથી ઘણાના હાથમાં ત્રિરંગો હતો. તેઓ ઈચ્છતા હતા કે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021 તરત જ લેવામાં આવે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, સેનામાં જોડાવાનું તેનું સપનું હતું, તેથી તેણે 12મું ધોરણ પાસ કર્યા પછી ગ્રેજ્યુએશન પણ કર્યું ન હતું. તેને ડર હતો કે 'અગ્નિપથ' અંગેના નિર્ણયથી તેની કારકિર્દીની સંભાવનાઓ પર અસર પડશે.