શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના 4 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો (Former CMs of Jammu And Kashmir)- મહેબૂબા મુફ્તી (security cover of mehbooba mufti), ગુલામ નબી આઝાદ, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હવે સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપની સુરક્ષા (SSG Security For Former CMs) વગર રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે કે, વર્ષ 2000માં સ્થાપિત આ વિશેષ યુનિટને સમાપ્ત કરવામાં આવશે.
19 મહિના બાદ આવ્યો નિર્ણય
જમ્મુ અને કાશ્મીરમાં SSG સુરક્ષા (ssg security in jammu and kashmir) અંગેનો આ નિર્ણય કેન્દ્ર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી કર્યાના 19 મહિના બાદ આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન આદેશ, 2020 (Jammu and Kashmir Reorganisation Adaptation of Central Laws 2020) 31 માર્ચ 2020ના રોજ જારી કરવામાં આવ્યો હતો. 2020માં જારી કરાયેલા આદેશ હેઠળ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ એક્ટ (Special Security Group Act)માં સુધારા કરવામાં આવ્યા હતા.